________________
८०७
જીવન્મુક્ત જ્ઞાની દ્વારા દેહની અહંતા અને મમતા અનાયાસે જ છૂટી ગઈ છે. દેહનો અહંકાર કે મમત્વ ત્યાગવા તેણે કોઈ વિશેષ પ્રયત્ન કર્યો નથી જેમ સમય જતાં શરીર છોડવા તૈયાર થયેલી સાપની કાંચળી જ્યારે સાપ ઝાડઝાંખર કે વાડમાંથી પસાર થતો હોય છે ત્યારે નીકળી જાય છે અને તે આગળ ચાલ્યો જાય છે. ત્યજાયેલી કાંચળી તરફ ન તો સર્પ કદી જુએ છે, ધ્યાન દે છે કે તેનું સ્મરણ કરે છે. પછી પોતાથી ત્યજાયેલી કાંચળી કાંટાની વાડ ઉપર તડકે તપે કે વરસાદમાં ભીની થાય છતાં સર્પને ન તેની ચિંતા છે કે ન સ્મરણ છે. કાંટાની વાડ ઉપર કે નિર્જન રસ્તે રહેલી કાંચળી પવનથી ઊડી સ્થાન બદલે કે હાલ્યા કરે તેમાં સર્પને શું? તે જ રીતે આત્મજ્ઞાન થતાં જ જ્ઞાનીએ, શરીર ઉપરની અહંતા અને મમતા સાથે કાંચળીની જેમ શરીરનો પ્રયત્ન વિના સહજ ત્યાગ કર્યો છે તેથી શરીરના દુઃખથી તે દુઃખી નથી કે તેને પ્રાપ્ત થતાં સુખથી તે સુખી નથી. શ૨ી૨ના આભૂષણોથી તે શોભતો નથી કે શરીરની ગંદકીથી તે કદરૂપો થતો નથી. તેને સર્પની કાંચળી જેમ શરીરનું વિસ્મરણ થયેલું જણાય છે છતાં શરીર પ્રાણવાયુ દ્વા૨ા ક્રિયાશીલ જણાય છે અને પ્રારબ્ધરૂપી પવનથી આવાગમન કર્યા કરે છે. પ્રારબ્ધ શરીરને યથાકાળ ભોજનાદિ અપાવે તો શરીર ગ્રહણ કરે છે અને પ્રારબ્ધ ભોગોથી શરીરને વંચિત રાખે તો શરીર સ્થગિત થઈ પડયું રહે છે, છતાં જ્ઞાની તેનાથી ઉન્માદ કે ચિંતા અનુભવતો નથી. તે જાણે છે કે જળપ્રવાહમાં વહેતું લાકડું જાતે ઊંચ-નીચું થતું નથી પણ પાણીના મોજાં જ તેને ઊંચાનીચા સ્થાનોમાં લઈ જાય છે. તેવી જ રીતે પ્રારબ્ધરૂપી જળ, શરીરરૂપી લાકડાને, સુખ અને વૈભવના ઊંચા સ્થાનોમાં લઈ જાય અગર નિર્જન રણ જેવા ભોગ્યપદાર્થોના અભાવવાળા સ્થાનોમાં નીચે પણ ખેંચી જાય છતાં જ્ઞાનીને સુખના ઉન્નત શિખરોનું ન આરોહણ છે કે દુઃખના દરિયામાં ન તેને કોઈ પતન જેવું છે. પદાર્થોના અભાવમાં ન તેને પાનખર છે કે સુખભોગ જેવા સાધનોના સહવાસમાં તેને નવપલ્લવિત વસંત જેવું છે. તે શરીરને સર્પની કાંચળી જેમ ત્યાગી ચૂક્યો છે પછી શ૨ી૨ના