________________
૭૬૨
(છંદ-અનુષ્ટ્રપ) न मे देहेन सम्बन्धो मेघेनेव विहायसः ।
अतः कुतो मे तद्धर्माः जाग्रत्स्वप्नसुषुप्तयः ॥५०१॥ મધેન વિહાર: રૂવ =જેમ આકાશને વાદળાંની સાથે સંબંધ નથી તેમ હેન સન્નઃ ન દેહની સાથે મારે સંબંધ નથી. મતઃ
= આથી तत् धर्माः
= 0 (શરીરના) ધર્મો નાત્-સ્વન-સુષુપ્તય: = જાગ્રત – સ્વપ્ન- અને સુષુપ્તિ વગેરે मे कुतः
= મારા ક્યાંથી હોઈ શકે? હે મોહહર ગુરુદેવ! આપે આંજેલા જ્ઞાનાંજન દ્વારા હવે તો હું આકાશની જેમ નિર્લેપ, સૂર્યવત્ પ્રકાશ્ય વસ્તુઓથી વિલક્ષણ તેમનો પ્રકાશક, પર્વત જેવો અચળ અને નિત્ય, સાગરવત અસીમ થયો છું.
૧૧ છું.
આકાશને વાદળાં સાથે નથી નાતો, રિશ્તો કે સંબંધ, તેમ મારે નથી દેહ સાથે શત્રુ કે મિત્ર જેવો સંબંધ, નથી હું દેહનો સગો કે વ્હાલો કે નથી દેહ મારો સંબંધી, તેથી નથી શરીરના ધર્મોથી થતો હું ધર્મ કે મનના પૂજાપાઠથી થતો ધાર્મિક નથી અવયવોના કર્મોથી થતો હું કર્મઠ કે નથી શરીરના જાગવાથી હું જાગતો કે શરીરના ઊંઘવાથી હું ઊંઘતો. અરે! મનના સ્વપ્નસામ્રાજ્યમાં નથી હું સૂક્ષ્મ થઈ માલતો કે નથી સોહામણા, સુંવાળાં સ્વપ્નો તોડી વિક્ષિપ્ત થતો. તથા સ્વપ્ન અને જાગ્રતને જાકારો દઈ નથી હું સુષુપ્તિના દ્વાર ખોલતો અને તેવી સુપ્ત અવસ્થામાં સર્વના અભાવને જાણી, નથી હું સુખી થતો કારણ કે તે સૌ તો શરીરના ધર્મો છે. હું તો અસંગી આત્મા છું, મારે વળી શરીરના ધર્મોનો સંગ કેવો કે સ્વપ્નની રંગીન સૃષ્ટિનો રંગ ક્યાં? હું તો શરીરના ધર્મોનો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવી ત્રણે અવસ્થાઓનો જોનારો, જાણનારો અવસ્થાત્રય સાક્ષી છું અને અનાત્માના ધર્મોથી રહિત છું. તેથી જ મુજ સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સૌ મુમુક્ષુઓને ભગવાન શ્રીકૃષ્ણ પણ અનાત્માના શરીરના મનબુદ્ધિના સર્વધર્મો