________________
૭૪૮
જે ભવસાગરમાં અજ્ઞાનકાળે હું ડૂબકાં ખાતો હતો એ જ ભવસાગર અનાયાસે, અકસ્માતે, અચાનક જ શું ડૂબી ગયો? અને છતાં માત્ર હું એક જ અધિષ્ઠાનરૂપે તરતો રહ્યો? શું એ આશ્ચર્યનું અનંત આશ્ચર્ય નથી?
| (છંદ-અનુષ્ટ્રપ) किं हेयं किमुपादेयं किमन्यत् किं विलक्षणम् । अखण्डानन्द पीयूष पूर्णे ब्रह्ममहार्णवे ॥४८५॥
માવઠ્ઠનન્દ પીયૂષ પૂર્વે = અખંડ આનંદરૂપ અમૃતથી ભરેલા ब्रह्ममहार्णवे
= બ્રહ્મસમુદ્રમાં - किं हेयम्
= શું ત્યાજ્ય? किं उपादेयम्
= કઈ વસ્તુ લેવા જેવી છે? * किं अन्यत्
= શું (બ્રહ્મથી) અન્ય છે (અને) किं विलक्षणम्
= શું (બ્રહ્મથી) વિલક્ષણ છે? હે દયાસિન્ધો! મુજ અખંડાનંદસ્વરૂપ અમૃતથી ભરેલા બ્રહ્મસમુદ્રમાં ગ્રાહ્ય શું? અને ત્યાજય શું? મુજ બ્રહ્મથી અન્ય શું? કે વિલક્ષણ શું?
મને તો સર્વમાં હવે ‘હું જ દેખાય છે. માટે મારા દ્વારા મારું ગ્રહણ કેવું? કેવો મુજથી મારો ત્યાગ? મુજ અભેદ અખંડમાં કોણ મારાથી જુદું કે દૂર અને કોણ પાસે કે સમીપ? મુજ નિર્વિશેષમાં ક્યાં લક્ષણ કે કોણ વિલક્ષણ? મારી નિર્વિવાદ, નિરપેક્ષ દશામાં પોતીકાં કે પારકાં, સ્નેહી કે શત્રુઓ, અન્ય કે અનન્ય, ઇદમ્ કે અનિદમ્, ગ્રાહ્ય કે ત્યાજય, સ્થૂળ કે સૂક્ષ્મ, વ્યાપ્ત કે અવ્યાપ્ત, અણુ કે મહાન સદ્ગતિ કે અવગતિ, પાપ કે પુણ્ય જેવી સાપેક્ષતા નામશેષ થયેલી છે. તેથી, નથી હું નેહી માટે પાસે કે શત્રુ માટે દૂર, ન જાણો તો હું દૂરથી પણ સુદૂર અને જાણો તો હું આપ સૌની ભીતરમાં પાસમાં પાસે.