________________
જાગેલો છે તેને અસત્ય જણાય છે.
જાગ્રત અવસ્થામાં આવેલા પુરુષને સ્વપ્નમાં તેણે અનુભવેલો પોતાનો પ્રતિભાસિક દેહ અને દેહને ઉપયોગી અન્ય સામગ્રી, પદાર્થો કે પાત્રો વગેરે જેવો જે કંઈ સ્વપ્નપ્રપંચ દેખાય છે, તેમાંના કોઈને પણ તે પોતાનું માની તેમાં મમત્વ રાખતો નથી. જાગૃતિમાં તેવા કોઈ પદાર્થમાં “” પણું અર્થાત “આ પદાર્થો અને દેશ્ય છે, હું તેનો દેખા છું, તેવો ભાવ પણ રાખતો નથી.” તે જ પ્રમાણે માત્ર સ્વપ્નકાળે જ અનુભવાતા અને અન્યકાળે જેનો અભાવ થતો હોય તેવી પ્રાતિમાસિક સત્તાવાળા સ્વપ્નદેહમાં પણ તે અહંભાવ રાખતો નથી. ટૂંકમાં, સમગ્ર સ્વપ્નસૃષ્ટિ કે સ્વપ્નપ્રપંચ સાથે તેને અહંભાવ, મમભાવ કે “” ભાવ હોતો નથી, પણ તે જાગ્રત અવસ્થાના પદાર્થોને જ સાચા માની જાગ્રતભાવથી રહે છે.
તદુપરાંત જે સ્વપ્નથી જાગી ગયો છે, તેને સ્વપ્ન અવસ્થાના તમામ પદાર્થો અસત કે મિથ્યા છે, તેવું પૂરવાર કરવાની ઇચ્છા પણ થતી નથી અને સ્વપ્નસૃષ્ટિના પદાર્થોનો તે સંગ્રહ કરતો હોય તેવું જણાતું નથી. તેમ છતાં જો સ્વપ્નના પ્રતિભાસિક કે મિથ્યા પદાર્થો પાછળ દોડવાની કે તેમાં આસક્ત રહેવાની વૃત્તિ જો હજુ તેનામાં ચાલુ જ હોય અર્થાત્ સ્વપ્નના પદાર્થોનો મોહ જો નષ્ટ ન થયો હોય તો, નિશ્ચિત માનવું કે હજુ પણ તે સ્વપ્નની નિદ્રાથી બરાબર જાગ્યો નથી કે સ્વપ્નના પ્રતિભાસિક પદાર્થોની આસક્તિમાંથી મુક્ત થયો નથી.
એવી જ રીતે જે પરબ્રહ્મભાવમાં અર્થાત “હું પરબ્રહ્મ છું.” તેવા જ્ઞાનમાં જાગી ચૂક્યો છે અને પોતાના સસ્વરૂપમાં જ સ્થિત રહે છે, તે બ્રહ્મ સિવાય અન્ય કંઈ પણ જોતો નથી અર્થાત્ તેને શરીર, શરીરના કર્મ કે કર્મફળ, પ્રારબ્ધ ઈત્યાદિ કંઈ જ જણાતું નથી. તેમ છતાં સ્વપ્નથી જાગેલા પુરુષને જેમ સ્વપ્નમાં જોયેલા પદાર્થોની સ્મૃતિ રહે છે તેવી જ રીતે અવિદ્યા કે અજ્ઞાનની નિદ્રાથી જાગી ચૂકેલા જ્ઞાનીને પણ અજ્ઞાનકાળે શરીર દ્વારા કરેલી ભોજન કે મળત્યાગ જેવી ક્રિયાઓની સ્મૃતિ રહે છે. તેથી કોઈએ