________________
૬૮૨
જીવન્મુક્ત ચિત્તવાળો હોવા છતાં નિશ્ચિંત હોય છે. આવા લક્ષણથી જીવન્મુક્તના સ્તુત્યાકાશમાં જાણે અનંત તારલાઓ જેમ પ્રશંસાઓનો મેળો ભરાયો હોય અને નક્ષત્રોની ઉમટી પડેલી મેદની જાણે તેની ખ્યાતિના ગાન ગાતી હોય તેવું વાતાવરણ નજરે પડે છે. જીવન્મુક્તને ચિત્ત નથી તેવું નથી અને ચિત્ત છે તેવું કહેવાનું દુ:સાહસ પણ કરી શકાય તેમ નથી. કારણ કે જીવન્મુક્તને ચિત્ત છે તો તે ચૈતન્યથી જુદું નથી અને જો તેનું ચિત્ત ચૈતન્યમય થયું હોય તો બ્રહ્મીભૂત થયેલો જીવન્મુક્ત અભયતાને પ્રાપ્ત છે. આમ, જે અભયતાને વરેલો હોય તેને ચિંતા શેની? વિષય કે અવિષયનું ચિંતન કયાં? અને ચિત્ત જો ચૈતન્ય બની બ્રહ્મચૈતન્યમાં તદ્રુપ થયેલું હોય તો બ્રહ્મથી ભિન્ન અનાત્મવસ્તુનું કે ભૌતિક પદાર્થોનું તેને દ્વૈતદર્શન કેવું? જો ધૈતદર્શન નથી તો તેની પ્રાપ્તિની ચિંતા કયાં? જો દૈત વિષયસમૂહનું વળગણ નથી, તો તેના ત્યાગ માટે પણ તેને ચિંતા સંભવી શકે નહીં. આમ, જીવન્મુક્ત નચિંત છે, નિશ્ચિંત છે અને છતાં બ્રહ્મમાં તદ્રુપ થયેલા ચિત્તવાળો છે એવું કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. માટે જ આચાર્યશ્રીએ જીવન્મુક્તની ખ્યાતિમાં વિખ્યાત વિલક્ષણ લક્ષણોની ખાણને ખુલ્લી કરી મુમુક્ષુના લાભાર્થે સ્તુતિપ્રસાદની ખુલ્લા હ્રદયે લહાણી કરી હોય તેવું ભાસે છે.
(છંદ-અનુષ્ટુપ)
वर्तमानेऽपि देहेऽस्मिन् छायावदनुवर्तिनि । अहंताममताभावो जीवन्मुक्तस्य लक्षणम् ॥४३२॥
- છાયાની જેમ પોતાને અનુસરતું
=
छायावत् अनुवर्तिनि ગસ્મિન્ વેઢે વર્તમાને અપિ = આ શરીર હયાત હોવા છતાં
અહંતા-મમતા-અમાવઃ
जीवन्मुक्तस्य लक्षणम्
=
- જેને એના ૫૨ ‘હું અને મારું' એવી અહં
તથા મમત્વભાવના ન હોવી એ
=
· જીવન્મુક્તનું
લક્ષણ છે.