________________
૬૭૯
(છંદ-અનુષ્ટ્રપ) यस्य स्थिता भवेत् प्रज्ञा यस्यानन्दो निरन्तरः । प्रपञ्चो विस्मृतप्रायः स जीवन्मुक्त इष्यते ॥४२६॥
प्रज्ञा
यस्य
= જેની
= પ્રજ્ઞા स्थिता भवेत् = સ્થિર હોય. યસ્ય માનન્ધઃ નિરન્તર: = જેનો આનંદ નિરંતર (હોય) प्रपञ्चः
= (અને) પ્રપંચ विस्मृतप्रायः = જેને લગભગ ભૂલાઈ ગયો હોય, સ: जीवन्मुक्तः
= જીવન્મુક્ત = કહેવાય છે.
= તે
જીવન્મુક્તદર્શન સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા, લક્ષણ કે સમજૂતિ અપાયા બાદ હવે પછીના સત્તર શ્લોક દ્વારા જીવન્મુક્ત પુરુષના લક્ષણોનો વિચાર આપવામાં આવે છે.
જેની બુદ્ધિ કે પ્રજ્ઞા સ્થિર હોય, તથા જેને પોતાના આત્મસ્વરૂપનો આનંદ અવિરત રીતે ઉદય અને અસ્ત વિના અનુભવાતો હોય, તેવા આત્માનંદમાં નિમગ્ન થયેલા પુરુષને દશ્ય જગતરૂપી પ્રપંચનું વિસ્મરણ થયેલું હોય છે. તેથી દશ્યપ્રપંચની જળોજથા તથા આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવી પ્રપંચી માયાજાળથી જે છૂટી ગયો છે તે જીવન્મુક્ત કહેવાય છે.
(છંદ-અનુષ્ટ્રપ) लीनधीरपि जागर्ति यो जाग्रद्धर्मवर्जितः ।
बोधो निर्वासनो यस्य स जीवन्मुक्त इष्यते ॥४३०॥ लीनधीः = જેની બુદ્ધિ (પરબ્રહ્મમાં) લીન થઈ હોય,