________________
૬૭૦
તો અસત કે મિથ્યા પદાર્થોમાં જ રમણ કર્યા કરે છે અને મિથ્યા પદાર્થોની પ્રાપ્તિ માટે નિશદિન પ્રવૃત્તિ કરે છે તેવી પ્રવૃત્તિમાંથી જે સુખ મળવાનું છે તે ઝાંઝવાના જળ જેવું હોવા છતાં તેવા અલ્પ, ક્ષણિક સુખમાં જ મૃગલાની જેમ દોડતો, પ્રવૃત્તિ કરતો જોવા મળે છે, કારણ કે તેને જગત કે સંસારના પદાર્થોનું અસત્ત્વ, મિથ્યાત્વ, અનિત્યત્વ જણાતું જ નથી. આવી અજ્ઞાનીની પ્રવૃત્તિ અન્ય કંઈ નહીં પરંતુ અવિદ્યા કે અજ્ઞાનનું જ ફળ છે. માટે જણાવ્યું છે કે “પ્રવૃત્તિ જ્ઞાનપત્ત તવીક્ષિત”
આમ, જ્ઞાનીની નિવૃત્તિ કે કર્મસંન્યાસ અને અજ્ઞાનીની કર્મમાં ગળાડૂબ પ્રવૃત્તિ કે કર્મનો સંગ, જે કંઈ જોવા મળે છે તે બ્રહ્મવિદ્યાના ભાવ અને અભાવનું જ ફળ છે. અવિદ્યાગ્રસ્ત અજ્ઞાનીને કર્મથી સંસારબંધન,
જ્યારે જ્ઞાનીને બ્રહ્મવિદ્યાના બળે કર્મનિવૃત્તિથી સંસારની પણ નિવૃત્તિ જ પ્રાપ્ત થાય છે, તે જ જ્ઞાનીને મળેલું મહાન દષ્ટ ફળ છે. તેથી મહાન અન્ય કોઈ ફળ નથી.
(છંદ-અનુષ્ટ્રપ) अज्ञानहृदयग्रन्थेविनाशो यद्यशेषतः ।
अनिच्छोर्विषयः किन्नु प्रवृत्तेः कारणं स्वतः ॥४२४॥ यदि
= જો અજ્ઞાનહૃદયથળેઃ = અજ્ઞાનરૂપી &યગ્રંથિનો अशेषतः = સંપૂર્ણપણે विनाशः = વિનાશ થયો હોય (તો) अनिच्छोः = વિષયોની ઇચ્છા વગરનાને પ્રવૃત્તઃ વારમ્ = (તેમાં) પ્રવૃત્તિ કરાવવાનું કારણ किं नु = શું ખરેખર સ્વતઃ વિષય: = સ્વયં વિષયો થઈ શકે?