________________
६६८
વિદ્યાયા: પ્રસ્તુત છત્તમ્ = વિદ્યાનું સાક્ષાત્ ફળ છે. શાન્તિવેતાયામ્ = ભ્રાંતિના સમયે यत् जुगुप्सितम् = જે નિંદનીય नानाकर्मकृतम् = અનેક પ્રકારના કર્મ કર્યા હતાં तत्
= તે (કર્મ) વિવેવેન પશ્વાતુ નરઃ = જ્ઞાન થયા પછી મનુષ્ય શં તું મર્દતિ = કેવી રીતે કરે?
સંસારના દષ્ટ દુઃખોમાં અર્થાત્ પ્રારબ્ધગત જે કંઈ દુઃખ આવી પડયું છે તેમાં ઉદ્વેગ ન કરવો એટલે કે અનુગ રહેવું તે બ્રહ્મવિદ્યાનું સાક્ષાત અનુભવાયેલું ફળ છે. ભ્રાંતિ સમયે જે ગ્લાનિ પેદા કરનારાં અથવા નિંદનીય અનેક પ્રકારનાં કર્મ કર્યા હતા, તેવા કર્મોનું વિવેકજ્ઞાન થયા બાદ, મનુષ્ય પુનરાવર્તન કરતો નથી. કારણ કે ભ્રાંતિવેળાએ અજ્ઞાની મનુષ્ય પોતે કર્તા અને ભોક્તા ન હોવા છતાં કર્મનું ફળ ભોક્તાભાવે ભોગવે છે અને સુખી. દુઃખી થાય છે. જે શરીર જડ, નિંદનીય તથા વમન કે ઊલટી જેવું છે તેને આલિંગન કરી ભ્રાંતિમય શાંતિ પ્રાપ્ત કરવા અનેક પ્રકારના પ્રયત્ન કર્યા કરે છે. જે શરીર કોઈ કાળે પોતાનું નથી તેમાં જ આસક્ત થઈ શરીરનાં સુખભોગ માટે જીવનભર કર્મ કરે છે પરંતુ પોતાના આત્મકલ્યાણનું વિસ્મરણ થવાથી અજ્ઞાનકાળે તે જુગુપ્સા ઉપજાવનારાં પ્રેયસ કર્મો છોડી, શ્રેયસ કર્મો કરતો નથી, પરંતુ જે ક્ષણે અવિદ્યા કે ભ્રાંતિ નષ્ટ થાય છે, દેહ તાદાભ્ય તૂટે છે, શરીરમાં રહેલો અહંભાવ કે મમભાવ લય પામે છે તત્પશ્ચાતુ જ્ઞાનકાળે મનુષ્ય કર્મમાં આસક્ત થતો નથી કે કર્મફળની કલ્પના પણ કરતો નથી, કારણ કે જ્ઞાનમાં નથી તે શરીર, તો કર્મ કરે કોણ? નથી તે ઈન્દ્રિયો, તો ભોગ ભોગવે કોણ? નથી તે મન, તો કર્મના ફળે સુખી-દુઃખી થાય કોણ? અને નથી તે જીવાત્મા, તો કર્મફળ માટે જન્મજન્માંતરનું આવાગમન કરે કોણ? આમ, સ્પષ્ટ થાય છે કે આત્મજ્ઞાન થયા પછી જ્ઞાનીને કર્મનું વળગણ કે ફળનું સગપણ હોતું નથી.