________________
જ્ઞાનીની સમાધિગત અનુભૂતિનું દર્શન કરાવ્યા બાદ હવે સાધકને આચાર્યશ્રી શિષ્યભાવે ઉપદેશે છે કે પોતાના અંતઃકરણને આત્મસ્વરૂપમાં સ્થિત કરી, આત્માના અખંડ વૈરાગ્યનો અનુભવ કર અને તત્પશ્ચાત્ સંસારની ગંધથી ગંધાઈ રહેલા બંધનને દઢતાપૂર્વક કાપી નાંખ. તેવા પ્રયત્નથી જ તારા પૌરુષત્વને તું સાર્થક કરી શકીશ.
અત્રે સંકેત છે કે મનુષ્યજન્મે સૌ કોઈને પૌરુષત્વ તો મળેલું જ છે. સ્ત્રી હોય કે પુરુષ, સર્વને બંધન કાપવાનું, ચૈતન્ય મહાસાગરમાં કૂદવાનું, નરથી નારાયણ થવાનું, શબવત જીવન ત્યાગી શિવમય જીવન સ્વીકારવાનું, અજ્ઞાનના ઘોર તિમિરથી છલાંગ લગાવી પ્રકાશ જેવા પરમાત્માને પકડી પ્રકાશમય બનવાના દૈવતથી કોઈ વંચિત નથી.
તાત્પર્યમાં સૌને દૈવત, સામર્થ્ય કે પૌરુષત્વ તો પરમાત્માએ પ્રદાન કરેલું જ છે પછી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, ભણેલો કે અભણ, સશક્ત કે અશક્ત, રાજા કે રંક ગમે તે હોય, છતાં જો કોઈ અભાગિયો દુર્ભાગ્યથી રત્ન જેવા મનુષ્ય જન્મનો અને અમોઘ શસ્ત્ર જેવા પૌરુષત્વનો ઉપયોગ બંધનના ઉચ્છેદ માટે ન કરે અને બંધનનું નિકંદન ન કાઢે તો તેનો મનુષ્યજન્મ સદંતર નિષ્ફળ જાય છે. એટલું જ નહીં, પરંતુ તેવા ભીરુ, નિર્બળ મનુષ્યને બંધનથી મુક્તિનો અને આત્મસાક્ષાત્કારનો અધિકાર જ હોતો નથી. માટે જ શ્રુતિએ ઘોષણા કરી કે નાયં બાત્મા વસહીનેન તમ્યઃ ।'
૯૫૪
(છંદ-અનુષ્ટુપ) सर्वोपाधिविनिर्मुक्तं सच्चिदानन्दमद्वयम् ।
भावयात्मानमात्मस्थं न भूयः कल्पसे ऽध्वने ॥४१३ ॥
સર્વોપચિવિનિર્મુત્તમ્ = સમસ્ત ઉપાધિઓથી રહિત,
सच्चिदानन्दम्
સત-ચિત-આનંદસ્વરૂપ
अद्वयम्
आत्मस्थम्
=
=
=
અદ્વિતીય
પોતાની અંદર જ રહેલા