________________
૬ર૭
નષ્ટ થાય છે. આમ, સર્વાત્મદષ્ટિવાળો પોતાને શિવ તરીકે જાહેર કરી દર્શાવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી પણ હું અને તેનો સંહારક શિવ પણ હું જ છું. તે જ પ્રમાણે સૃષ્ટિનો પાલક વિષ્ણુ પણ હું અને સૌથી બળવત્તર એવો ઇન્દ્રદેવ પણ હું જ છું. એટલું જ નહીં, સમગ્ર વિશ્વ મારી અંદર છે, મારાથી આચ્છાદિત છે, તેથી વિશ્વ અને આ જે કંઈ છે, તેમાનું કંઈ પણ મારાથી ભિન્ન, જુદું કે ન્યારું નથી.
(છંદ-ઉપજાતિ) अन्तः स्वयं चापि बहिः स्वयं च
स्वयं पुरस्तात् स्वयमेव पश्चात् । स्वयंावाच्या स्वयमप्युदीच्यां
तथोपरिष्टात् स्वयमप्यधस्तात् ॥३६०॥ મન્તઃ સ્વયે ૩ = પોતે અંદર છે અને વહિં ૨ ગપિ સ્વયમ્ = પોતે જ બહાર પણ છે. स्वयं पुरस्तात् = પોતે આગળ છે. સ્વયે ગવ પશ્વાત્ = પોતે પાછળ છે. સ્વયં દિ વાવ્યામ્ = પોતે જમણી બાજુએ છે સ્વયં ગપિ વીવ્યામુ = પોતે ડાબી તરફ છે તથા સ્વયે ૩પરિણા = તથા સ્વયં ઉપર છે ૩ અપસ્તાત્ = (અ) નીચે પણ છે.
પૂર્વેના શ્લોકમાં જણાવ્યું કે વિશ્વ અને એ સિવાય જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ કાંઈ હું જ છું તથા મુજથી ભિન્ન કંઈ જ નથી. તે વિચારનો વિસ્તાર કરતાં અનુસંધાનમાં અત્રે જણાવ્યું છે કે બ્રહ્મ તરીકે હું સૌનું અધિષ્ઠાન છું અને સર્વ કાંઈ મારા ઉપર આરોપ હોવાથી હું સર્વની અંદર છું અને બહાર પણ છું અર્થાત્ ભૂતમાત્રમાં ઓતપ્રોત છું. એટલું જ નહીં, સ્વયં હું જ સૌની આગળ, પાછળ, જમણી બાજુએ, ડાબી બાજુએ તથા ઉપર અને નીચે પણ રહેલો છું.