________________
પ૩૦
પૂછો કે તમે તો ધંધો, વ્યાપાર કે વ્યવસાયમાં નથી માટે તમારે તો સત્સંગમાં જવું જોઈએ. તેઓ કહેશે કે, “પ્રવચન હિન્દીમાં છે તેથી સમજાતાં નથી. તેવા ઉત્તરથી પ્રશ્ન જાગે છે કે યુવા વિદ્યાર્થીઓને ધાર્મિક સત્સંગ હિન્દીમાં ન સમજાય, તો ટી.વી. સિરિયલો કે ચલચિત્રો કેવી રીતે સમજાતા હશે? જો તમે ગુજરાતીમાં થતા સત્સંગમાં જવા યુવાપેઢીને કહેશો તો ઉત્તર મળશે કે “અમને તો અંગ્રેજી માધ્યમમાં ભણવાનું ભૂત વળગ્યું છે તેથી ગુજરાતીના વ્યાખ્યાનો સમજાતાં નથી.” આમ, આબાલવૃદ્ધ, સૌ કોઈના જીવનમાં એક જ વસ્તુ સુસ્પષ્ટ જણાય છે કે વ્યવહારમાં તેમને પ્રમાદી થવું પોસાય તેમ નથી અને અધ્યાત્મમાં ધર્મ માટે કે પરમાર્થ માટે અથવા બ્રહ્મચિંતન માટે, મોક્ષ માટે પ્રમાદી થવામાં તેમને કોઈ જ વાંધો આવે તેમ નથી. માટે મહદંશે ખૂબ થોડા સંસ્કારી કે પુણ્યવાસનાને લઈને જન્મેલા લોકોને બાદ કરતાં સૌ કોઈ પ્રમાદી થઈ ગયા છે. માટે જ આત્મસ્વરૂપથી વંચિત રહ્યાં છે, સાચા સુખને સ્પર્શ પણ નથી કરી શક્યા, શાંતિની તો કલ્પના પણ તેમને આવે તેમ નથી કારણ કે પ્રમાદથી પ્રેરાયેલાં સૌ કોઈ વિષયસુખની ભ્રાંતિને જ શાશ્વત શાંતિ સમજી બેઠાં છે. આવા અનર્થોથી સજજનો, સાધુપુરુષો અને મુમુક્ષુઓને પાછા વાળવા અને બ્રહ્મચિંતનની પ્રેરણા પ્રદાન કરવા જ અત્રે સંદેશ અપાયો છે કે પ્રમાદ તો મૃત્યુ પૂર્વેનું મહાન મરણ છે, ભયંકર અનર્થ છે, મનુષ્યજન્મનો અણમોલ અવસર નષ્ટ કરવાના શ્રાપ જેવો છે. માટે મુમુક્ષુએ પ્રમાદનો ત્યાગ કરવા તત્પર રહેવું અને સ્વપ્નમાં પણ પ્રમાદની કલ્પના કરવી નહીં.
| (છંદ-અનુષ્ટ્રપ) विषयाभिमुखं दृष्ट्वा विद्वांसमपि विस्मृतिः ।
विक्षेपयति धीर्दोषैर्योषा जारमिव प्रियम् ॥३२४॥ योषा
= કોઈ (કુલટા) સ્ત્રી જેમ પ્રિયં નાર રૂવ = તેના પ્રિય જાર પુરુષને(તેના બુદ્ધિના દોષને લીધે
લોભાવી દે છે)