________________
૫O૭.
આસક્ત થઈ તેને વળગી રહ્યો છે. આને જ અહંકારનું સૂક્ષ્મ સ્વરૂપ કે આત્મા ઉપર અહંકારનું ચઢેલું ઝેર કહેવામાં આવે છે. આ જ નિરુપાધિક આત્મા ઉપર અહંકારની ઉપાધિએ ઊભું કરેલું આવરણ છે. માટે જ મુમુક્ષુએ અનાત્મ-તાદાભ્યરૂપી ઝેરથી મુક્ત થવા અહંકારનો આત્યંતિક નાશ કરવો જોઈએ. જેથી પોતાના કર્મમાં, વિચારમાં, કલ્પનામાં, નિર્ણયમાં કે નિશ્ચયમાં અહંકારની ગંધ પણ બચી શકે નહીં.
| (છંદ-ગીતિ) अहमोऽत्यन्तनिवृत्त्या तत्कृतनानाविकल्पसंहृत्या । प्रत्यक्तत्त्वविवेकादयमहमस्मीति विन्दते तत्त्वम् ॥३०॥
अहमः અત્યન્તનિવૃત્ત્વ તસ્કૃતનાનાવિન્ય–સંહત્યા પ્રત્ય-તત્ત્વવિજાદૂ
મય માં ' રૂતિ तत्त्वम् विन्दते
= અહંકારની = અત્યંત નિવૃત્તિ (અને) = તેમાંથી ઉત્પન્ન થયેલાં = અનેક પ્રકારના વિકલ્પોનો નાશ થવાથી = (તેમજ) પ્રત્યગાત્માનો વિવેક થવાથી = “આ (આત્મા) હું જ છું' એવો = તત્ત્વબોધ = પ્રાપ્ત થાય છે.
અહંકારની આત્યંતિક નિવૃત્તિ થાય ત્યારે અહંકારથી જન્મેલા અનેક તર્ક-વિતર્કો કે સંકલ્પ-વિકલ્પ શાંત થાય, તર્ક-વિતર્કો શમી જાય, ત્યાર પછી આત્મતત્ત્વનો વિવેક જાગ્રત થાય છે અને સમજાય છે કે અંતરાત્મા કે પ્રત્યગાત્મા અર્થાત્ “હું અહંકાર નથી, પરંતુ મૂળ સ્વરૂપે તો અહંકારનો સાક્ષી પ્રત્યગાત્મા જ છું' અર્થાત્ “જે પ્રત્યગાત્મા છે તે જ હું છું, અહંકાર કદી નહીં એવું પરમ તત્ત્વજ્ઞાન મુમુક્ષુને પ્રાપ્ત થાય છે.