________________
૪૬૯
ભોગવાસનાઓ, દેહવાસનાઓ, લોકવાસનાઓ કે શાસ્ત્રવાસનાઓનો વંટોળ દૂર થતાં પરમાત્મા પ્રાપ્તિની ઇચ્છારૂપી સુગંધ આપોઆપ ફેલાવા લાગે છે.
(છંદ-અનુષ્ટ્રપ) अनात्मवासनाजालैस्तिरोभूतात्मवासना । नित्यात्मनिष्ठया तेषां नाशे भाति स्वयं स्फुटा ॥२७६॥ મનાત્મવાસનાનાતક = અનાત્માની વાસનાઓના જાળાંથી માત્મવાસન = આત્માની વાસના तिरोभूता = ઢંકાઈ ગઈ છે. નિત્યાત્મિનિષ્ઠા = (માટે) નિત્ય-નિરન્તર આત્મામાં સ્થિતિ કરવાથી तेषां नाशे = તે વાસનાઓનો નાશ થતાં સ્વયં પુરા ભાતિ = (આત્મવાસના) પોતાની મેળે જ સ્પષ્ટ
પ્રગટ થાય છે.
જડ પદાર્થો કે વિષયોની વાસનાઓના જાળાંથી આત્મપ્રાપ્તિની, મોક્ષની કે આત્મસાક્ષાત્કારની સાત્ત્વિક અને પવિત્ર વાસના ઢંકાઈ જાય છે. માટે હંમેશા આત્મચિંતન કરતાં રહેવું જોઈએ. તેવા આત્મતત્ત્વમાં નિરંતર નિષ્ઠા રાખી, નિશદિન જો આત્મચિંતન કરવામાં આવે તો વિષયવાસનાઓનાં જાળાં ધીરે ધીરે દૂર થાય છે અને વાસનાના જાળાંનું આવરણ દૂર થતાં આત્મવાસના કે મુમુક્ષા પોતાની મેળે જ પ્રગટ થાય છે અને તેવી પ્રબળ મોક્ષવાસના જ અંતે પરમાત્માને પ્રયત્ન વિના પોતામાં પ્રગટાવે છે.
(છંદ-ઉપજાતિ) यथा यथा प्रत्यगवस्थितं मनः
तथा तथा मुञ्चति बाह्यवासनाः । निःशेष मोक्षे सति वासनाना
मात्मानुभूतिः प्रतिबन्धशून्या ॥२७७॥ यथा यथा
= જેમ જેમ