________________
૩૭૧
કદાપિ સર્વથી સૂક્ષ્મ કે પર એવો આત્મા હોઈ શકે નહીં. વિજ્ઞાનમયકોશમાં તો મંદબુદ્ધિ અને ચતુર કે ઉત્તમબુદ્ધિ, સૂક્ષ્મ કે સ્થળબુદ્ધિ, આત્મબુદ્ધિ કે દેહાત્મબુદ્ધિ, વિવેકબુદ્ધિ કે વિવેકહીનબુદ્ધિ, એકાત્મબુદ્ધિ કે સર્વાત્મબુદ્ધિ જેવા વિકા૨ો જોવા મળે છે. જયા૨ે આત્મા તો પોતાના શુદ્ધસ્વરૂપમાં અવિકારી તથા પરિવર્તનોથી રહિત છે. તે જ પ્રમાણે વિજ્ઞાનમયકોશ જડ છે, પરતંત્ર છે, જયારે આત્મા ચેતન અને સ્વતંત્ર છે. આત્માને જાણવા પોતાથી અન્ય પ્રકાશની કે જ્ઞાનની આવશ્યકતા નથી, જયારે વિજ્ઞાનમયકોશ પોતે પોતાને સ્વતંત્ર રીતે જણાવી શકે તેમ નથી, પણ તેથી ઊલટું તે દેશ્ય અને જ્ઞેય છે. જ્યારે આત્મા દૃષ્ટા અને જ્ઞાતા છે. તેથી પણ સ્પષ્ટ છે કે આત્મા, વિજ્ઞાનમયકોશથી જુદો, ન્યારો અને ભિન્ન છે. વિજ્ઞાનમયકોશનો સુષુપ્તિકાળે અભાવ કે અનુપસ્થિતિ જોવામાં આવે છે. જયારે આત્મા સુષુપ્તિકાળે બુદ્ધિનો અગર વિજ્ઞાનમયકોશનો લય કે અભાવ હોવા છતાં પણ સુષુપ્તિમાં સાક્ષી તરીકે હાજર હોય છે. સુષુપ્તિમાં પણ તેનો અભાવ થતો નથી. આમ, આત્મા અભાવરહિત સત્સ્વરૂપ છે. નાસતો વિત્તે માવઃ નામાવો વિદ્યત્તે સત્તઃ ।” ‘અસત કે અનિત્યનો ભાવ કે અસ્તિત્વ હોતું નથી, તેમજ સતવસ્તુનો કદી અભાવ થતો નથી.’’ (ભ.ગી.અ.૨/૧૬) માટે જ સત્સ્વરૂપ આત્મા કદાપિ વિજ્ઞાનમયકોશ હોઈ શકે નહીં. વિજ્ઞાનમયકોશ દેશ, કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન કે સીમિત છે. જ્યારે આત્મા, દેશથી અપરિચ્છિન્ન અર્થાત્ અનાદિ, સર્વવ્યાપ્ત અને નિરાકાર છે. કાળથી અપરિચ્છિન્ન અર્થાત્ અનાદિ અને અનંત છે. વસ્તુપરિચ્છેદશૂન્ય એટલે કે સ્વગત, સજાતીય અને વિજાતીય તેવા ભેદથી મુક્ત છે. આમ હોવાથી જ આત્મા, નિત્ય અને દષ્ટા છે જયારે વિજ્ઞાનમયકોશ અનિત્ય અને દેશ્ય છે. તેથી સુસ્પષ્ટ છે કે દૃશ્ય, જડ, વિકારી, પરિચ્છિન્ન કે અનિત્ય એવો વિજ્ઞાનમયકોશ, આત્મા હોઈ શકે નહીં અને છે પણ નહીં. માટે જ મુમુક્ષુએ ભ્રાંતિમાં પણ તેવા કોશ સાથે તાદાત્મ્ય કરી, ‘હું બુદ્ધિ છું અર્થાત્ મૂર્ખ કે વિદ્વાન છું’, ‘કર્તા કે ભોક્તા છું,’ ‘અનેક યોનિઓમાં ભટકનારો છું’, ‘જૂના દેહને છોડી નવાને ધા૨ણ ક૨ી, સદ્ગતિ કે અવગતિને પ્રાપ્ત કરનાર જીવાત્મા છું', તેવી ભ્રમણામાં પડવું નહીં.