________________
૩૩૫
ચૈતન્ય અને આનંદસ્વરૂપ સદા કલ્યાણમય છું.”
બંધન એ ભ્રાંતિ છે અને વાસ્તવમાં ભ્રાંતિથી તો મુક્ત થવાનું જ ન હોય. ભ્રાંતિ એટલે જ જે નથી અને અનુભવાય છે તે. છતાં જે અસ્તિત્વમાં નથી તેનાથી મુક્ત થવું હોય તો બીજી અન્ય મહાભ્રાંતિની જ આવશ્યકતા રહે છે. માટે જ શાસ્ત્રો અને સંતોએ મહાભાતિ જેવી મોક્ષની કલ્પના કરી છે. જેવી રીતે ઝેરનું મારણ અન્ય ઝેર છે, વગડે ચાલતા કાંટો વાગે તો તે કાંટાને બહાર કાઢવા એક અન્ય મજબૂત અને આખો કાંટો જરૂરી છે. તેવી જ રીતે, બંધનની ખોટી ભ્રમણાને કે પતનમાં પાડનારી ભ્રાંતિને દૂર કરવા મોક્ષ જેવી મહાભ્રાંતિ ઊભી કર્યા વિના અન્ય કોઈ રસ્તો હોતો નથી.
માતાપિતા સાથે સંતાનો સહકુટુંબ કાશ્મીરની યાત્રાએ જાય છે. બરફ જોવાની, તેમાં લપસવાની કે ચાલવાની ઇચ્છા પૂરી કરવા સૌ કોઈ ગુબ્બર્ગ પહોંચે છે. બરફમાં ચાલતી ગાડીમાં સૌ બેસે છે, બરફમાં રમે છે અને અનેરો આનંદ લૂંટે છે. તેમ કરતાં બાર વર્ષનો એક છોકરો ઊંડી ખીણમાં લપસી પડે છે અને તેનું અડધું શરીર બરફમાં ઢંકાઈ જાય છે. ઠંડીથી ધ્રૂજતો અને ગભરાઈ ગયેલો બાળક બૂમાબૂમ કરે છે, થાકે છે અને એકાંત જોઈ મૂવશ થાય છે. તેનું શરીર જાણે અક્કડ બની ગયું હોય તેવું તે અનુભવે છે. તેવામાં માતાપિતા અને અન્ય ભાઈ-બહેનો તેની સાથે પહોંચી જાય છે, તે હોશમાં આવે છે અને સૌના વાર્તાલાપથી તેને એટલું જ સ્મરણ રહે છે કે, તેનું શરીર ક્રિયાહીન લાકડાં જેવું થઈ ગયેલું. સ્નેહીજનોના વાક્યોચ્ચારણોમાંથી તે આટલી વાત જ પકડે છે અને યાદ રાખે છે. બધા ભેગાં થઈ તેને ઊંચકી પોતાના ઉતારે લઈ જાય છે. અનુભવી લોકોની મદદથી તેની કમરમાં અને પગમાં તેલમાલિશ કરી તેની સારવાર કરવામાં આવે છે. તત્પશ્ચાતું સૌ કોઈ ઘેર પાછા આવે છે. સૌના આશ્ચર્ય વચ્ચે કોઈને એક વસ્તુ સમજાતી નથી કે તે બાળક શા માટે અગ્નિને જોઈ ડરે છે, બૂમાબૂમ કરે છે અને તેથી દૂર નાસી જવા મથે છે? અંતે તેને મનોવૈજ્ઞાનિક સારવાર નીચે સમજાવવામાં આવે છે કે તારા પગ કે કમર લાકડાં જેવા થઈ ગયા નથી. યાદ રાખ કે તું ચેતન શરીર છે,