________________
૨૭૯ વસ્તુથી અપરિચ્છિન્ન છે. સગુણ અને નિર્ગુણ બંને રૂપે રહેલો છે. સત્ય, જ્ઞાન અને અનંત એ જ બ્રહ્મ કે આત્માનું સાચું સ્વરૂપ છે. આત્મા પ્રાણીમાત્રના હૃદયાકાશમાં કે બુદ્ધિરૂપી ગુફામાં રહેલો છે. તે સ્વયં નથી મરતો કે નથી કોઈને મારતો. પોતે નિષ્ક્રિય, નિર્વિકારી હોઈ, સ્વરૂપે સદા સર્વદા મુક્ત જ છે. એવો પરમ આત્મા અવયવ વિનાનો હોવા છતાં ગ્રહણ કરી શકે છે, પગ નથી છતાં ચાલી શકે છે, આંખ નથી છતાં જોઈ શકે છે, કાન વિહોણો છતાં સાંભળે છે. પોતે સર્વને જાણે છે, જણાવે છે છતાં સર્વથી અન્નય અને અજ્ઞાત રહેનારો આત્મા સાક્ષાત્કાર કરવાને યોગ્ય છે.
| (છંદ-માલિની) नियमितमनसामुं त्वं स्वमात्मानमात्म- .
न्ययमहमिति साक्षाद् विद्धि बुद्धिप्रसादात् । जनिमरणतरंगापारसंसारसिन्धु
प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः ॥१३८॥
વૃદ્ધિપ્રસાવિત્ = અંતકરણની શુદ્ધિરૂપી પ્રસાદથી नियमितमनसा = (તેમજ) વિવેકી મન વડે त्वं स्वम्
= તું પોતે જ आत्मनि
= અંતઃકરણમાં अमु आत्मानम् = આ આત્માને अयं अहं इति = આ “હું” એમ साक्षात्
= સ્પષ્ટ વિદ્ધિ
= જાણ. બ્રહ્મરૂપેણ સંસ્થઃ = બ્રહ્મરૂપે સારી રીતે સ્થિત થઈને (તું) નનિ-મરણ-તાં- = જન્મ-મરણરૂપી તરંગોવાળા માર–સંસાર-સિન્થમ્ = અપાર સંસારસાગરને प्रतर
= તરી જા કૃતાર્થઃ મવ = (અને) કૃતકૃત્ય થા.