________________
૨૩૯
વિષય: = વિષય
યત: = કારણ કે સ્વતઃ = કોઈ કારણ વગર સર્વેષામ્ = સૌને ન પ્રિયઃ = પ્રિય નથી માત્મા = આત્મા સાભાર્થત્વેન હિ પણ આત્માના સ્વતઃ ઇવ હિ = પોતાની મેળે
પ્રયોજનપણાના કારણે (કોઈ કારણ વગર) જ પ્રેયાન્ = પ્રિય છે. પ્રિયતમ = સૌથી વધુ પ્રિય છે.
આત્મા જ પ્રિયતમ
સ્થળ અને સૂક્ષ્મ દેહના વિવેચન દ્વારા તે બન્નેની આસક્તિ કે તાદામ્યથી મુક્ત રહેવા માટે મુમુક્ષુને સંકેતો અપાયા બાદ હવે તમામ શરીરો પોતાના હોય કે અન્ય સ્નેહીજનોનાં, પણ તેના શરીરો કે જગતના તમામ ભૌતિક પદાર્થો જડ અને નશ્વર છે અને પોતાના આત્માની સરખામણીમાં તેવા સૌ નામ-આકારવાળા શરીરો કે પદાર્થો દરેકને સ્વાર્થ કે ખપ પૂરતાં જ પ્રિય હોય છે. તેમનું પ્રયોજન કે જરૂરિઆત સમાપ્ત થતાં તે સૌ અપ્રિય, અરુચિકર અને અળગાં જ જણાય છે. પ્રાણીમાત્રને સૌથી વધુ પ્રિય તો અંતે પોતાનો આત્મા જ અનુભવાય છે. આમ, આત્મા પ્રિય કે પ્રિયતર નહીં પરંતુ પ્રિયતમ ગણાય છે. માટે જ લૌકિક ભાષામાં ભલે પ્રેમિકા પોતાના પ્રેમીને પ્રિયતમ કહે, પણ વાસ્તવમાં તો કોઈ પણ મનુષ્ય માટે માત્ર એક જ પ્રિયતમ છે અને તે પોતાનો અંતરાત્મા. આ નગ્ન સત્યને શ્રુતિસંમત સત્ય સાથે આચાર્યશ્રીએ અત્રે રજુ કર્યું છે. તેઓ જણાવે છે કે, પ્રાણીમાત્રને પોતાનો આત્મા સૌથી વધુ પ્રિય છે. “માત્મા સ્વત: પર્વ સર્વેષાં હિ પ્રિયતમ ” ભલે, મનુષ્ય ભોગવત હોય કે વિષયદોડના નશામાં મશગુલ હોય, તેમ છતાં પણ તેને કંઈ પોતાના આત્માથી વિષયો વધુ પ્રિય હોતા નથી. તદુપરાંત વિષયભોગની ઇચ્છા પૂર્ણ થતાં તેને તેવા વિષયો અરુચિકર અને અપ્રિય જ લાગે છે. ખરેખર તો આત્માની સરખામણીમાં કે આત્મસુખના ભોગે તો કોઈને પણ વિષયો પ્રિય હોતા નથી. જેમ કે ગળપણ, મહદ્અંશે સૌને પ્રિય હોય છે. તેમ છતાં ગંભીર બિમારી જેવા સંજોગમાં જ્યારે પોતાના જીવન માટે ગંભીર સમસ્યા ઊભી થાય છે ત્યારે જીવલેણ વિષયો આપોઆપ અપ્રિય