________________
૨૨૯
लिङ्गं तु
= લિંગ (શરીર) પણ (કહેવાય છે.) મન્વિતમૂતસંભવમ્ = અપંચીકૃત મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું, सवासनम्
= વાસનાવાળું, વર્માનુભાવમ્ = કર્મફળનો અનુભવ કરાવનારું (અને) સ્વ-મજ્ઞાનતઃ માત્મનઃ = પોતાના સ્વરૂપના અજ્ઞાનથી આત્માની अनादिः उपाधिः = અનાદિ ઉપાધિ છે.
સૂક્ષ્મ શરીર વિવેચન : (SUBTLE BODY)
સ્થૂળ શરીરની, અંતઃકરણની અને પ્રાણની વિચારણા બાદ હવે સૂક્ષ્મ શરીરનો વિચાર બે શ્લોક દ્વારા કરવામાં આવે છે. (૧) પાંચ કર્મેન્દ્રિયો (૨) પાંચ જ્ઞાનેન્દ્રિયો, (૩) પાંચ પ્રાણ, (૪) પાંચ આકાશાદિ સૂક્ષ્મ ભૂતો, ઉપરાંત (૫) મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત જેવી અંતઃકરણની ચાર વૃત્તિઓ (૬) અવિધા કે અજ્ઞાન, (૭) કામના કે ઇચ્છા, (૮) કર્મ કે ક્રિયા જેવા જીવના આઠ નિવાસ-સ્થાનો-પુરીનામ્ અષ્ટક્ર-પુર્યષ્ટમૂને જ અત્રે સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું છે. આવું સૂક્ષ્મ શરીર જ સ્થૂળ શરીરના મૃત્યુ પછી નવા શરીરની પ્રાપ્તિ માટે ઉત્ક્રમણ સમયે અદેશ્ય રહીને પોતાની વાસના પ્રમાણે પૂર્વનિર્ધારિત યોનિને પ્રાપ્ત થાય છે. જીવરૂપે જનારા આ શરીરની સાથે જ, તેમાં રહેલી વાસના અને સંસ્કાર પણ પ્રયાણ કરે છે.
આ સૂક્ષ્મ શરીરને જ લિંગ શરીર પણ કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ કે લિંગ શરીર આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી જેવા મહાભૂતોનું પંચીકરણ થતાં પૂર્વે શુદ્ધ પંચમહાભૂતો કે જેને “તન્માત્રા' અગર “અપંગીકૃત પંચમહાભૂત” કહેવામાં આવે છે, તેવા પંચમહાભૂતોથી જ સૂક્ષ્મ, લિંગ (SUBTLE BODY)ની ઉત્પત્તિ થયેલી છે, તેવું વિદ્વાનો જણાવે છે. આ સૂક્ષ્મ શરીરમાં જ મનુષ્યની સારી-નરસી સૂક્ષ્મ વાસનાઓનો સંગ્રહ થાય છે અને અંત સમયે અતૃપ્ત વાસનાઓ તૃપ્તિ અર્થે જીવાત્મા સાથે પ્રયાણ કરે છે. તદુપરાંત આપણા પુણ્ય અને પાપ કર્મોનું સુખ-દુઃખ પણ આ સૂક્ષ્મ શરીર દ્વારા જ અનુભવાય છે. જ્યાં સુધી વ્યક્તિને પોતાના આત્મસ્વરૂપનું અજ્ઞાન