________________
૧૯૮
= પાંચ
कुरङ्गमातङ्गपतङ्गमीन
भृङ्गा नरः पञ्चभिरञ्चितः किम् ॥७॥ શાહિમિઃ પૂષ્યમ: વ = શબ્દ આદિ પાંચ વિષયોથી જ स्वगुणेन बद्धाः
= પોતપોતાના ગુણ પ્રમાણે બંધાયેલા पञ्च પુરા-માતા -પત–મીન-શૃંગા: = હરણ, હાથી, પતંગિયું,
માછલી અને ભમરો पञ्चत्वम् आपुः
=મરણ પામે છે पञ्चभिः
= (તો પછી) પાંચેય (વિષયોમાં) अञ्चितः
= ફસાયેલા નર:
= મનુષ્યનું किम्
= શું કહેવું?
વિષયનિંદા આગળના શ્લોકનું અનુસંધાન સાધતા અત્રે શબ્દાદિ પાંચ વિષયો કેવું બંધન સર્જે છે અને જીવનને અધોગતિ કે વિનાશના માર્ગે લઈ જાય છે તેનું સદૃષ્ટાંત વર્ણન કરતાં આચાર્યશ્રી જણાવે છે કે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા ઇન્દ્રિયોના વિષયો, વ્યક્તિને માટે સુંવાળા રેશમના તાર જેવું ભોગરૂપી બંધન એવી રીતે સર્જે છે કે તે પોતાના આત્મસ્વરૂપથી વિમુખ થઈ, આત્મવિચારથી દૂર જઈ વિષયચિંતનમાં રાચે છે અને જાતે જ વિનાશના મુખમાં પ્રવેશે છે.
હરણ, હાથી, પતંગિયું , માછલી અને ભ્રમર, આ પાંચ પ્રાણીઓ તો માત્ર એક, એક વિષયની પાછળ આકર્ષાઈ, વિષયભોગને આધીન થઈ સ્વવિનાશને નોતરે છે. તે જોઈ આચાર્યશ્રી પ્રશ્ન કરે છે કે આવા પ્રાણીઓને મૃત્યુના મુખમાં ધકેલવા માત્ર એક એક વિષયની આસક્તિ જ જો સમર્થ છે તો પછી પ્રાણીઓમાં ઉત્કૃષ્ટ મનુષ્યને જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવાં પાંચ પાંચ વિષયો પોતપોતાની દિશામાં બળાત્કારે ખેંચે