________________
૧૮૪
તો દવા લેવાનું કર્મ અને પાળવાની ચરી જેવી ક્રિયામાં ઉતરવું જ પડે. માટે ભવરોગથી પીડાતા સાધકે સાધનચતુષ્ટય જેવી પ્રક્રિયામાં પડી, શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સાધનારૂપી ચરી પાળી, તેવા સાધનો હસ્તગત કરવાં પડે. ઉપરાંત શિષ્યભાવે સદ્ગુરુશરણમાં શરણાગતિ સ્વીકારી, ચિત્તશુદ્ધિના પ્રયોગો પણ આદરવા પડે. ત્યારબાદ, સેવા–સુશ્રુષા દ્વારા ગુરુકૃપા સંપન્ન કરી, સૌ પ્રથમ શાસ્ત્રગત પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. ત્યાબાદ ચિંતન,મનન અને નિદિધ્યાસન દ્વારા પાત્રતા મુજબ અપરોક્ષ આત્મજ્ઞાન જાતે જ મેળવવું પડે. તેવા અપરોક્ષજ્ઞાન વિના પાસે રાખેલા અનેક ગ્રંથો, શાસ્ત્રોના સાંનિધ્યથી કે યાંત્રિક ‘હું બ્રહ્મ છું’ તેવા રટણથી ભવબંધન તૂટશે નહીં, દૃશ્યપ્રપંચની નાબૂદી થશે નહીં અને આત્મસાક્ષાત્કારના પડછાયાને પણ સ્પર્શ પામી શકાશે નહીં. માટે દરેક મુમુક્ષુએ યોગ્ય અને વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરી, જાતે જ ભવરોગ નાબૂદી કે આત્મજ્ઞાનની પ્રાપ્તિની પ્રક્રિયામાં પડવું પડશે.
(છંદઅનુષ્ટુપ)
अकृत्वा दृश्यविलयमज्ञात्वा तत्त्वमात्मनः । बाह्य शब्दैः कुतो मुक्तिरुक्तिमात्र फलैर्नृणाम् ॥६५॥
વૃવિનયમ્ =દેશ્યપ્રપંચનો વિલય
=કર્યા વગર,
अकृत्वा
ગાત્મનઃ તત્ત્વમ્ =આત્માનું
વાસ્તવિક સ્વરૂપ
अज्ञात्वा = જાણ્યા વગર,
પવિત્તમાત્ર પદ્મ:-કથન માત્ર ફળવાળા
बायशब्दैः
=બહા૨ના શબ્દોથી
नृणाम्
મુવિન્તઃ
ધ્રુતઃ
= મનુષ્યોની
= મુક્તિ
= કયાંથી થાય?
અપરોક્ષાનુભૂતિ માટેની અપૂર્વ શરતનો નિર્દેશ કરતાં આચાર્યશ્રી અત્રે જણાવે છે કે, જેનું મન દશ્યજગતના ભૌતિક પદાર્થોની આસક્તિમાં સપડાયેલું છે તેવું મન હંમેશા ચંચળ હોય છે. તેવા ચંચળ મન દ્વારા ન તો આત્મચિંતન થાય કે ન બ્રહ્મવિચા૨માં એકાગ્રતા અનુભવાય. માટે જગતના દૃશ્યો કે ભૌતિક પદાર્થોની પદાર્થોકા૨ વૃત્તિમાંથી મનને નિવૃત્ત કરવું ખૂબ જરૂરી હોય છે. જ્યાં સુધી તેવા ચંચળ મનનું વૃત્તિભ્રમણ કે પદાર્થોમાં પરિભ્રમણ અટકતું નથી, ત્યાં સુધી તે મન શાંત થઈ શકે નહીં. મનને પદાર્થોની આસક્તિથી અટકાવવા