________________
૯૬
જીવ-જગત, માયા કે ઈશ્વર વિશેની સાચી સમજણ કેવળ શાસ્ત્ર દ્વારા જ મળી શકે તેમ છે માટે શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી અનિવાર્ય છે.
શ્રદ્ધા વિના જીવનવ્યવહાર પણ આગળ વધી શકે તેમ નથી. માટે જ કહ્યું છે કે, વિશ્વાસ વિના વહાણ પણ ન ચાલે.” આપણા જન્મ સમયની નોંધણી ન તો આપણી માતા કરી શકે કે તે સમયે ગેરહાજર રહેનાર પિતા દ્વારા થઈ શકે. શસ્ત્રક્રિયામાં વ્યસ્ત વૈદ પણ ન કરી શકે. પરંતુ મદદનીશ તરીકે સેવા બજાવનાર નર્સ પોતાની નવરાશની પળોમાં જ સમય નોંધતી હોય છે. છતાં આપણે નર્સે લખેલા સમયને શ્રદ્ધા રાખી સ્વીકારીએ છીએ. એટલું જ નહીં, સ્વયંના પિતા કોણ છે તે પણ આપણે માતામાં શ્રદ્ધા રાખી તેની પાસેથી જ જાણીએ છીએ. આમ, શ્રદ્ધા વિના વ્યવહાર પણ આગળ વધી શકે તેમ નથી.
વિજ્ઞાનના વિકાસની સાથે સાથે રોજબરોજ નવા નવા અદ્યતન મશીનો બજારમાં આવતા જાય છે. આ મશીનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી અજાણ આપણે તે માટેની માહિતી-પુસ્તિકા મશીનની સાથે જ પ્રાપ્ત કરીએ છીએ. જો આ માહિતી-પુસ્તિકામાં શ્રદ્ધા રાખી તેનો અભ્યાસ ન કરીએ તો મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી શકાય નહીં. એટલું જ નહીં, ડૉક્ટરે આપેલી દવાને કેવી રીતે લેવી તેની માહિતી પણ આપણે ડૉક્ટર પાસેથી પ્રાપ્ત કર્યા વિના દવાનો ઉપયોગ કરી શકીએ નહીં. આમ, સામાન્ય મશીનને સમજવા કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુના ઉપયોગ માટે કોઈકને કોઈક પુસ્તક કે વ્યક્તિ ઉપર શ્રદ્ધા રાખવી પડતી હોય તો પછી અકળ બ્રહ્માંડને તથા અનંત પરમાત્માને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખ્યા વિના કઈ રીતે સમજી શકાય? નિરંતર વહેતી નદીઓ, નિયમિત અસ્ત અને ઉદય પામતો સૂર્ય, સમયે સમયે બદલાતી ઋતુઓ, ઋતુ પ્રમાણે વૃદ્ધિ અને વિકાસને પ્રાપ્ત થતું વનસ્પતિજગત તેમજ અગણિત અસંખ્ય વિવિધ પ્રકારના પ્રાણીઓથી વ્યાપ્ત આ જગતને સમજવા શાસ્ત્રનો શ્રદ્ધાપૂર્વક જો આશ્રય લેવો પડે તો તેમાં અજુગતું શું હોઈ શકે? જ્યાં સુધી જીવ, જગત અને ઈશ્વરને સમજાવતા