________________
-
-
•
•
•
• પઢિની •
•
•
જલદી મારી ચિતાજવાલાની સીદ્ધ કરી આવવા આગ્રહ કર્યો છે. હવે એક ક્ષણને વિજેગ પણ મારાથી નહિ સહાય ! અબોલડા લેશે તે પૃથ્વીના અંત સુધીમાં એકલી, અટુલી અકાશમાં કયા કરશે, અને તારું ગાન ગાઈ ગાઈ અવનિ રેલાવી દેશે.”
[ પાલવથી આંખો ઢાંકી મોઢું ફેરવી લે છે.
ચિતોડના સિંહદ્વાર ઉપર એક મેટે કડાકો થાય છે. ચવોની ચિચિયારી સંભળાય છે. ]
લક્ષમણસિંહ આ શું? મહાદેવી ! હું જાઉં છું, કાંઈક થયું લાગે છે.
[ એક ક્ષણની પણ વિલંબ કર્યા સિવાય મહારાણા પગથિયાં ઉતરી જાય છે. મંત્રીશ્વર પાછળ જાય છે.
રાજપૂતાણીઓ એક પછી એક ચિતાચોકમાં ઝંપલાવ્યે જાય છે. આખા વાતાવરણમાં ગુલાલ પ્રસરી ગયો છે. ચિતાની જવાલાઓ ખૂબ ઉંચે ચડી ગઈ છે.
ધીરે ધીરે પવિની આંખો ખેલે છે. ચિતોડની ચારે દિશા તરફ શૂન્ય નજર ફેરવે છે. ]
૧૩૦