________________
•
•
•
• પવિની •
• -
•
•
અથવા તે મને હવે હુદય રહ્યું છે કે નહિ તેનીજ ખબર પડતી નથી. જાણે બધું જ બળી ગયું ! સ્વર્ગના કેઈ શમણાની માફક બધું જ અલેપ થઈ ગયું ! મને ભૂલી જાવ, રાણા! હુંય તમને ભૂલી જઈશ –ભૂલવાને પ્રયત્ન કરીશ. કેઈ અકળ યોગ થયો અને આપણે ભેગાં થયાં. પ્રેમના આવેશમાં આપણે એક બીજાને પરસ્પરનાં પૂરક માની લીધાં. પણ કાંઈક ભૂલ થઈ, રાણા !—અને આજે કઈ એવાજ અકળ યોગથી આપણે વિયોગ લઈએ છીએ, દેવ !
ભીમસિંહ દેવી ! આ આપણી છેલ્લી મુલાકાત છે. રાજપૂતોએ આજે કેશરિયાં કર્યાં છે. મહારાણાના દશ કુમારે યુદ્ધમાં ખપી ગયા, અને આજે તમારે વીર રણે ચડ્યો છે. ન કરે નારાયણ અને એને કંઈ થાય તે આજે અશ્રુતકુમાર સાથે મારે યુધ્ધે ચડવું એ મહારાણાને આદેશ છે. પછી,અને સદેહે આપણે ભેટે થવાને નથી. તમારી ક્ષમા યાચી લેવા આવ્યો છું, મહાદેવી !
૧૧૦