________________
•
•
•
• પવિની •
•
•
•
અલાઉદ્દીન દગાખોર ! [ એક લાત મારે છે. ] હું આને બદલો લઈશ. ચિતડને બાળી ખાખ કરી મૂકીશ. તારી રાજપૂતાણુને હું દિલ્હી ઘસી જઈશ. પછી એને આખી સભા વચ્ચે નાગી નચાવીશ. દગાર ! [ એના હેઠ કપે છે. એક બીજી વાત લગાવે છે. ]
ગેરાદેવ [ ખડખડ હસે છે. ] હજી આંખ ન ઉઘલ સમ્રાટ ? [ પૂર્વમાં આંગળી ચીંધી ] ચિતોડના ગંઢ ઉપર પેલી જે ચિતા સળગે ! જોઈ? અને તેમાં જે આખા ગગનને પ્રજાળી દેવા મથતી પેલી સૌથી ઉંચી જવાલા ચીની જીભ જેવી આકાશને ચીરે ! એ જવાલા મારી રાજપૂતાણીની છે. હું જ્યારે ત્યાંથી નીકળવા તૈયાર થયો ત્યારે મને બખ્તર સજાવતી એ કહેતી હતી; “ રણશૈયામાં સૂતા સૂતા ચિતેડના કાંગરા વચ્ચે બળતી ચિતા તરફ નજર કરજે, નાથ ! અને એમાં સૌથી ઉંચે ચડતી જવાલાને તારી રાજપૂતાણીની સમજી લેજે ! પછી એને પ્રભાદેર પકd dય ઉંચે ચાલ્યો આવજે ! ”
.
.
૯૯,