SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ elor - Z મટી તાંબાની છાછર માં જમવાને પાટલે મુકી ઉભડક પગે (સંસારમાંથી કુદીને બહાર આવવાનું છે તેથી) બેસાડી મગન ભગતે પ્રથમ પોતાના હાથે કાચા પાણીને અભિષેક કરી સંસાર ખાટલાના ત્રણ પાયા રૂપ સ્ત્રી, અગ્નિ અને કાચા પાણીમાંથી સૌથી વધુ મુંઝવનાર અને સંસારમાં ફસાવી રાખનાર એવા કાચા પાણીના આરંભમાંથી છૂટવાના પ્રતીક રૂપે “હાઈ નાંખવાના આશયને વ્યક્ત કર્યો. પછી હજામતના કારણે થયેલ અશુચિ બરાબર સાફ કરી શરીરને નિર્જળ બનાવી પૂ. શ્રી કમળવિજયજી મ. ની દેખરેખમાં શ્રી પ્રધાન વિજયજી મ. પુનઃ ચરિત્રનાયકશ્રીને ઈશાન ખૂણે મુખ રખાવી લપટ્ટો પહેરાવવા રૂપે ૧૧-૧૭ મિનિટે વેષ પરિધાનનું મુહૂર્ત સાચવ્યું. પછી બાકી વેષ પહેરાવી ૧૧-૨૭ મિનિટે મંગળ-વાજિંત્રના મધુર સરોદા અને કાંસાની થાળીના ખણખણાટ સાથે સંઘના નાનામોટા સહુના હર્ષભર્યા ઉપરાઉપરી અનેક જયનાદે વચ્ચે પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્ય ગુરૂદેવ શ્રી પાસે ઉપસ્થિત થયા. સકળ-સંઘે એકવાર ફરી સ્થી શાસન દેવની જ્યને મંગળશેષ કર્યો. આ પછી પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. ગુરૂદેવને પ્રણિપાત કર્યો, પૂજ્યશ્રીની સૂચનાથી પિતાની ડાબે ઈશાન ખૂણુ સમક્ષ મુખ રહે તેમ આસન પથરાવી મહત્ત્વની દીક્ષાની ક્રિયા શરૂ કરી. સકળ-સંઘ ઘડીભર પૂર્વે આપણા જેવા લાગતા બાળમુનિ હવે કેવા પ્રૌઢ તેજસ્વી લાગે છે! એ જોઈ રહ્યા. થોડીવારે પૂ. શ્રી ઝવેરસાગરજી મ.શ્રીએ સકળ સંઘને શાંત-ખાશ રહેવા સૂચના કરી ૧૧-૩૭ના મંગળ મુહૂતે શ્રી ભાણ વિજયજી મ. અને શ્રી પ્રધાન વિજયજી મ. એ કાંબલને પસંદ કર્યો, અને પૂ. શ્રી કમલવિજયજી મ. શ્રીએ પૂજ્યશ્રીના આપેલ વાસક્ષેપથી ઉચ્ચ-શ્વાસે ઉભડક–પગે પૂ. ચરિત્રનાયકને બેસાડી ત્રણ ચપટીથી કેશ-લેચન વિધિ જાળવી. પછી પૂજ્યશ્રીએ મહત્વને સરવ હૃદજ ઉચ્ચ સ્વરે ઉચ્ચરાવી છેલે કદિ તો મદ હેલો ગાથા ત્રણ વાર બોલાવી મટી ઈમારતના મજબૂત પાયાના ચણતરની જેમ સર્વવિરતિ ચારિત્ર જેવા મહાપ્રાસાદના પાયાસમાં સમ્યકત્વનું સ્થાપન કરી પૂ. ચરિત્રનાયકશ્રીને સર્વવિરતિ દીક્ષાને યોગ્ય બનાવ્યા,
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy