SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ MSTVUJEME પછી પૂજ્યશ્રી પાટે બેસી મગન ભગતના હાથમાં એ ઘો રખાવી ઘા પર શંખૂકાવ (દક્ષિણ) થી આહાવરોહ દ્વારા વાસક્ષેપ કરી પુનઃ પિતે તે એ મગન ભગત દ્વારા સ્વીકારી પૂ. ચરિત્રનાયકને વિનયાવનત મુદ્રાએ પિતાની સમક્ષ ઉભા રહેવા સૂચવ્યું. પછી પૂજ્યશ્રીએ એઘાને સાત ફટાક્ષરોની શકિત વડે અધિવાસિત કરી ઉર્વીશ્વાસે પૂ. ચરિત્રનાયકશ્રીના હાથમાં સકળ-સંઘના હર્ષોલ્લાસભર્યા જયનાદ અને કાંસાની થાળીના રણકારભર્યા મંગળ ધ્વનિના વાતાવરણમાં બરાબર ૧૦-૨૩ મિનિટ ઓઘો આપે. પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ હર્ષોલ્લાસભય ભાવાવેશમાં આવી ખૂબ નાચ્યા. “જાણે ત્રણ જગતનું રાજ્ય મળ્યું, જીવન-શુદ્ધિના ખજાનાની ચાવી મળી” એવા હર્ષાતિરેકથી ખૂબ નાચ્યા, મગન ભગતે તે બે હાથ થમાવી વધુ પડતા નાચથી આવેલ ચક્કરથી પડતા રાખ્યા, પિતાના મેળામાં બેસાડી દીધા. ડીવારે કળ વળેથી પ્રભુ-પરમાત્માને, પૂજ્ય ગુરૂદેવને અને સકળ શ્રીસંઘને ખાસ કરી પિતાજીના પગે હાથ લગાડી ભભવ તમારે ઉપકાર નહીં ભૂલું! શબ્દો દ્વારા સંયમ-યાત્રાને આનંદ વ્યક્ત કર્યો. પછી પૂજ્યશ્રીની સૂચનાથી સંઘના અગ્રગણ્ય શ્રાવકની વિનંતિથી પૂ. ચરિત્રનાયકશ્રીને પૂરબાઈ ધર્મશાળામાંજ નીચે વાડીમાં લઈ ગયા. દીક્ષાના ઉપકરણોની છાબડી પણ વિવેકી શ્રાવિકાઓ ત્યાં લઈ ગઈ. પૂજ્યશ્રીની સૂચનાથી કમળવિજયજી મ., પ્રધાન વિજયજી મ., થોભણ વિજયજી ત્યાં ગયા અને ઈશાન ખૂણે ત્રણ નવકાર ગણી સુંદર બાજોઠ ઉપર અર્ધપદ્માસને બેસાડી વાસક્ષેપ પૂર્વક હજામ પાસે મુંડન-ક્રિયા શરૂ કરવા શ્રાવકોને સૂચના કરી. ડીવારે રોટલીના સ્થાને ત્રણ ચપટી જેટલા વાળ રાખી બાકી બધું મુંડન કરાવી નાખ્યું. મગન ભગતે હજામને પૂ. ચરિત્રનાયકના હાથની હીરાજડિત વીંટી અને વર્ષીદાનનાં રથયાત્રામાં પહેરેલ રેશમી જરીયાન કપડની પટલી ભેટ આપી. પછી જયણાને ખ્યાલ રાખી પાણી ગટરમાં ન જાય તે હેતુથી પ્રથમથી મંગાવી રાખેલ (આEST MIS) રહી
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy