________________
SET UDTEEMASI
તેમ કરી તપરી બાઈની તપસ્યાના ગુણગાન કરાવ્યા.
આવા પુણ્યવાન ધર્મપ્રેમી વિવેકી શ્રી કસલા વોરા જેવા મહાન ધર્મ પ્રભાવક જેવા અનેક પુણ્યાત્માઓની પવિત્ર ભૂમિ આ લીબડીનગરી ઈતિહાસમાં સેંધાયેલ છે.
શેઠ ડેસાભાઈ દેવચંદ વેરાએ વિ. સં. ૧૮૦૭ માં બજાર વચ્ચે આવેલ શ્રી શાંતિનાથ પ્રભુનું મોટું જિનાલય બંધાવેલ, તે રીતે તેમના જયેષ્ઠ પુત્ર શેઠશ્રી કલા વોરાએ ઉપધાન ઉજમણાં અને રાશીનાતનું જમણ વગેરે કરી ડોસા શેઠની ધાર્મિકવ્યાવહારિક કીર્તિ કળગીમાં અનેરો વધારે કરેલ.
આ શેઠશ્રી કલા વારા માત્ર પૈસાદાર હતા એટલું જ નહીં પણ સારા તત્વના જાણકાર પણ હતા અને કેવા કેવા શાસ્ત્રના ગૂઢ તની તેમની સમજ હતી. તે પૂ. પં. શ્રી પદ્યવિજયજી મ. શ્રીએ વિ. સં. ૧૮૩૩માં શેઠ કસલા વેરાના પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર રૂપે લખેલા પત્રમાંથી જાણવા મળે છે.
તે પત્ર લીબડી જે જ્ઞાન-ભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર” * પુસ્તકના પરિશિષ્ટ નં-૪ (પા. ૫૪-૫૫) માં છપાયેલ છે, જે નીચે મુજબ છે –
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ વિજ્ઞક્ષિ પં. શ્રી પદ્ધવિજય ગણિએ કસલા વેરા ઉપર લખેલ એક પત્ર છે એ. દ્ર સ્વસ્તિ શ્રી પાર્શ્વ પરમેશ્વરે પ્રણમ્ય શ્રી લીંબડી નગરે
સુશ્રાવક પુણ્ય પ્રભાવક દેવગુરુભક્તિકારક સંઘ મુખ્ય વેગ કસલા ડોસા ચં! શ્રી અમ્મદાબાદથી લિ. પં. ઘજિયો ધર્મલાભ જાણ.
* જે પુસ્તકના સંપાદક પૂ. આત્મારામજી મ. ના શિષ્ય પૂ. પ્રવર્તાક કાંતિવિજયજી મ. ના શિષ્ય, પૂ. મુનિ શ્રી ચતુરવિજયજી મ. (જેઓશ્રી સાહિત્ય વિદ્યાવારિધિ પૂ. શ્રી પુણ્યવિજયજી મ. ના ગુરૂદેવ થાય) છે.
તે પુસ્તક શાહ જીવણચંદ સાકરચંદ ઝવેરીએ શ્રી આગોદય સમિતિ સુરત તરફથી વાર નિ. ૨૪૫૫ વિક્રમ સં. ૧૯૮૫ ઈ. સ. ૧૯૨૮ માં પ્રકાશિત કરેલ છે.
COMMU