SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ STRAŽNJENAS श्री वर्धमान-स्वामिने नमः = પ્રકરણ ૩૮ VC'Sp. " ", 8 પુ. ચરિત્રનાયકશ્રીની કપરી કસોટી 8 પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. સંસારી પિતાજી મગનભાઈ વગેરે સુજ્ઞ વિવેકી શ્રાવકની અનિચ્છાએ પણ પૂ. ચરિત્રનાયકશ્રી ભાવનિયેગે ક્ષણજીવી આવેશના ઉભરાટમાં “હું મક્કમ છું! તે મને સંસારી-સ્વજને શું કરશે?”ની મગરૂબીમાં સ-વે ઘરે જવાના કેર્ટના હુકમને પડકારવાના બદલે તાબે થઈ વિહાર કરી અસાડ સુ. ૧૩ સાંજે આંતરસૂબા પહોંચ્યા. કપડવંજથી સ્વજને બધા આવ્યા, બધા ભયભીત થયા કે-“તમે ગુરૂનિશ્રા અને સંઘના સંરક્ષણને છેડી તમારા સસરાને ધાર્યું નાટક કરવા મળે તે રીતે તમે અહીં કેમ આવ્યા?” પૂ ચરિત્રનાયકશ્રી અજ્ઞાત-કારણવશ પોતે કર્યું છે તે બરાબર છે એમ સમજી મૌન રહ્યા. મગનભાઈએ પૂ ચરિત્રનાયકશ્રીને કહ્યું કે-“શે વિચાર છે? સંઘના ઉપાશ્રયે પૂ. ધી નીતિવિજયજી મ. ના શિષ્ય પૂ. શ્રી તત્ત્વવિજયજી આદિ ઠા. ૩ માસું બિરાજમાન છે, તેમની સાથે રહે તે તમારા સંયમનું જતન સારું રહેશે. સંઘ પણ પડખે રહેશે.” પણ “વિત્ર દિ કર્મળતિ ” ના આધારે પૂ. ચરિત્રનાયકશ્રી આભાસિક ગૌરવમાં તણાયા કે-“ઘરે રહી સંસારી-પત્નીને વિવિધ રીતે સમજાવી જેમ માતાજી સંમત થયા, તેમ શ્રાવિકાને પણ સંમત કરી દઈશ.” આ વિચારધારામાં ફસાઈ ઘરે જ એક જુદા રૂમમાં રહેવા વિચાર દર્શાવ્યા. મગનભાઈ એ આ બાબત જોરદાર વિરોધ કર્યો, અને કહ્યું કે “એક તે તમે વિદ્યાશાળા જેવા ગઢને તરછોડી અને પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની શીળી છાયા છોડી આ તરફ આવ્યા તે જ છેટું કર્યું.” '*; HOT 206
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy