________________
SOBU VEURE
રાત્રે દશ વાગે સરકારી બેલીફ દ્વારા વિદ્યાશાળાએ આ હુકમ પહોંચાડવાની પેરવી રણછોડભાઇએ કરીને જ મુકામે જઈ ઉંઘ લીધી, એટલે પૂ ચરિત્રનાયકશ્રીને સમજાવવા પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને મગનભાઈ મહેનત કરતા હતા, ત્યાં ૧૦-૩૦ વાગે સરકારી બેલીફ ઓર્ડર લઈને આવે.
એટલે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી વચ્ચેથી ખસી ગયા. મગનભાઈને કહ્યું કે “હવે તમે આ બાળમુનિને સંભાળે ! મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં છું હજી આગલી કોર્ટમાં અપીલની તૈયારી હોય તે હું બધી રીતે પડખે રહું ! બાકી મારી હવે કઈ જવાબદારી નહી” કહી શ્રી સિદ્ધિવિજયજી મ. ઊઠી સંથારે કરવા ગયા.
પછી મગનભાઈએ બાળમુનિને ઘણું સમજાવ્યા. પણ સફળતા ન મળી. એટલે ભાવી વિચિત્ર સમજી હવે શું કરવું છે? પૂછ્યું તે
બાળમુનિએ કહ્યું કે “હું અહીંથી સવારે વિહાર કરી ત્રણ-ચાર દિવસમાં કપડવંજ આવીશ અને ઘરમાં જ રહીશ, અને લેઢાના ચણું મીણના દાંતે ચાવવાની જેમ સંયમચર્યા જાળવી બધાને મેહમુક્ત કરીશ”—આદિ.
મગનભાઈ ખૂબ જ ખિન્ન-હૃદયે ઢીલા પડી ઊભા થયા.
ન જાણે કેમ મગનભાઈને ભાવી અંધકારમય હોવાનો ભાસ થયે, છેલ્લે છેલ્લે બાળમુનિને કહ્યું કે “તમારું આ પગલું બરાબર નથી.” આટલું કહી વિદાય થયા.
બાળમુનિ ચિંતામાં પડયા, પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પણ ખસી ગયા અને મારા તારક સંસારી પિતાજી પણ નિરાશ થઈને ગયા.
શું કરવું મારે ! ભારે વિસમાણમાં પડયા, પણ ઉદયમાં આવી રહેલ કમની પૂર્વ—અસરના કારણે સન્મતિ કે વિવેકબુદ્ધિ ન જન્મી અને ગુંચવાડામાં બુદ્ધિ ડોળાઈ ગઈ, છેવટે થાકીને સૂઈ ગયા.
સવારે પ્રતિક્રમણ પડિલેહણ કરી જે પોતે હવે ન જાય તે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તથા જનસંઘ મુશ્કેલીમાં આવે.