________________
SS GUVEARS
મંગન માઈ ભગતને બેલાવી કાશીના પંડિતએ જે જન્મપત્રી પરથી ફળાદેશ કહેલ તે અસલ જન્મપત્રી અને નિશાળના સર્ટિફિકેટના આધારે સોળ વર્ષ પૂરા ન હોવાના કારણે (દીક્ષા સં. ૧૯૪૬ ના ફાગણ સુ. ૫ થયેલ હોઈ કાયદેસર વર્ષ ૧૪, મહિના ૪ અને ઉપર પાંસ દિવસ થતા હેઈ) કદાચ જજના મગજમાં એ મુદ્દો ઠસી જાય અને દીક્ષા છેડાવવાની રણછોડભાઈની વાતમાં સંમત થઈ પણ જાય.
એટલે પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.શ્રીએ મગનભાઈ ભગત દ્વારા જમનાબહેન પાસેથી કદાચ કોર્ટમાં રજૂ કરવું પડે તે ખપ લાગે એવું લખાણ લખાવી લીધું કે –“દીક્ષા વખતે મારી સંમતિ ન હતી, પણ હવે હું પૂર્ણ સંમત છું.”
મગનભાઈ ભગત અવારનવાર અમદાવાદ આવી કપડવંજના સમાચારોથી પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.ને જાણકારી કરતા રહ્યા, અને પૂ. ચરિત્રનાયકશ્રીને પણ મજબૂતાઈથી પિતાની વાત રજૂ કરવા ધીરજ કેળવતા રહ્યા.
કેટ તરફથી અસાડ સુ ૧૦ દિને ૧૧ વાગે હાજર થવાની નોટિસ પૂ. ચરિત્રનાયકશ્રીને વિદ્યાશાળાના સરનામે પિષ્ટથી મળી.
પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ. શ્રીએ વિદ્યાશાળાના આગવાન શ્રાવકોને બોલાવી “શાસનદેવ સહુ સારું કરશે”ના પ્રબળ–વિશ્વાસને કેળવવા માથે આવી પડેલ વિષમ-વાતને યોગ્ય રીતે ઉકેલવા જરા પણ ઉશ્કેરાટમાં આવ્યા વિના આપણે વાતની રજૂઆત બાળમુનિ પિતાના શબ્દોમાં કરે તે તરફ પૂરતું ધ્યાન આપશે.”
ધર્મવિષી મેહઘેલા-ભાઈઓની વિષમ વાણી કે આચરણ તરફ બહુ લક્ષ્ય ન આપશે” આદિ હિતશિક્ષા કહી સહુને યોગ્ય રીતે આશ્વાસન આપ્યું.
પૂ. ચરિત્રનાયકશ્રીએ સુ-૮ થી સંકટ નિવારણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની આરાધના નિમિત્તે અઠ્ઠમ કરવા ભાવના દર્શાવેલ, પણ પૂ. શ્રી. સિદ્ધિવિજયજી મ.શ્રીએ દીર્ધદષ્ટિ વાપરી તપસ્યાના ત્રીજા ઉપવાસે કદાચ આશ આવી જાય અને ધર્મષીઓની જાળમાં ફસાઈ જવાય તેવું કંઈક બેલાઈ જવાય તે આખી વાત વણસે તેથી ત્રણ આંબેલ માંગલિક રૂપે કરવાની રજા આપી.
ત્રણ દિવસ પૂજ્યશ્રીને વર્ધમાન-વિદ્યાના વાસક્ષેપ અને નવકાર-ઉવસગ્ગહરની સંયુકત