________________
WBUDIŽVESACRE
કG
રણછોડભાઈએ હાજર થઈ પિતાની વાત રજૂ કરવા વકીલને મુખત્યારનામું આપ્યું છે, એમ કહી વકીલને ઊભા રહેવા કહી પોતે એક બાજુ બેસી ગયા.
કપડવંજવાળા સ્વજનવર્ગ પણ પ્રેક્ષક ગેલેરીમાં કુતૂહલથી ભેગા થયા અને મને મન શાસનની હલના થાય તેવું કંઈ ન થાય તેવું ચિંતવવા લાગ્યા.
રણછોડભાઈના વકીલે જોરદાર રજૂઆત કરી કે “તહોમતદાર હેમચંદે ઘરવાળાની સંમતિ વિના છાની રીતે ભાગીને દીક્ષા લીધી છે”—વગેરે.
જેને ખુલાસે કેટે માંગતાં પૂ. ચરિત્રનાયકશ્રી હાજર થયા.
તમારે કઈ વકીલ છે!” એમ પૂછતાં કહ્યું કે “મારી વાત હું પોતે રજૂ કરવાને હાઈ વકીલ નથી રાખે.”
કોટ પૂછયું કે—“તમે દીક્ષા લીધી છે?” ચરિત્રનાયકે કહ્યું કે–“હા.” કયારે લીધી ?” —પાંચ મહિના થયા.” કયાં લીધી?” “લીંબડી શહેરમાં.” “શા માટે લીધી?” “_મારા આત્માના કલ્યાણ માટે” એક પછી એક જવાબો પૂ. ચરિત્રનાયકશ્રી ધડાધડ આપી રહ્યા. કપડવંજવાળા બહુ
પ્રસન્ન થયા,
કોટે ફરી ક્રોસ કર્યો કે-“તમારી દીક્ષામાં મા-બાપની-કુટુંબીઓની સંમતિ ખરી?” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે—“હા.” રણછોડભાઈના વકીલે કહ્યું કે-“નામદાર કોર્ટનું ધ્યાન ખેંચું છું કે આ વાત સાચી નથી.” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે –“કેટ ખાત્રી કરી જુએ, સંસારી માતા-પિતાં હાજર છે.”
MOCUS