________________
KS UDVLEICAS
“આપની કુનેહભરી દીર્ઘદ્રષ્ટિ અને આગમજ્ઞતાના બળે શાસનદેવ જરૂર આપના કાર્યમાં આવતાં વિને દૂર કરશે જ!” એમ કહી શંકરભાઈ જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળી શ્રી સિદ્ધગિરિની યાત્રાર્થે રવાના થઈ ગયા.
પૂજ્યશ્રીએ ખૂબ ગંભીરપણે વિચાર કરી ઠરેલ-બુદ્ધિવાળા ગંભીર બે-ત્રણ શ્રાવકની મદદ લઈ વિશ્વાસુ ચોકકસ માણસ સાથે મુનિ કનકસાગરજીને મુનિશ્રી વિવેકવિજયજી નામના પીઢ ગંભીર અનુભવી બાહોશ સાધુ ભગવંત સાથે લીબડી સંઘને પણ બહુ ખ્યાલ ન આવે તે રીતે સવારે ૮ વાગે જ અમદાવાદ જેવા રાજનગરમાં ધમીઓના ભરચક લત્તામાં તે વખતના પ્રભાવશાલી પૂ. મુનિરાજ શ્રી સિદ્ધિવિજયજી મ. (સંઘસ્થવિર પૂ. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ.) શ્રી પર પૂ. મણિવિજયજી મ. દાદા સાથેના પૂર્વ પરિચયના કારણે ભલામણ-પત્ર લખી રવાના કર્યા.
શાસનદેવના પ્રતાપે પૂ. ચરિત્રનાયકશ્રીની આ દીક્ષાને પ્રસંગ એ ઝડપી અને ગુપ્તપણે પત્યે કે શ્રી સંઘના છ-સાત આગેવાન શ્રાવકો અને ઉપાશ્રયે આવનારા ચાર-પાંચ ધર્મી-શ્રાવકે સિવાય કોઈને ખાસ માહિતી જ ન થઈ કે કોણ આવ્યું ? ને શું થયું?
જે શ્રાવકોને વાતની જાણકારી હતી તેઓને પૂજ્યશ્રીએ-ખાસ ભારપૂર્વક ભલામણ કરી કે-“આ વાત સહ પેટમાં રાખો. તેમાં શાસનને લાભ છે !”
અન્યથા અજ્ઞાની મહાધીન સંસારી જીવે “રીસને બન્યો કુંભાર ગધેડાને કાન આમળે” ની જેમ જિનશાસન અને ધર્મ તેમ જ સાધુઓની હીલના કરવા તૈયાર થશે. માટે સહ સમય-સૂચકતા વાપરી આ વાતને છરવી નાંખી જાણે કંઈ થયું જ નથી, તેવી વૃત્તિ કેળવશે, કેમ કે દીક્ષિત થનાર વ્યક્તિ સામાન્ય નથી કપડવંજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેથી મહાધીન દશાથી કુટુંબીજને કદાચ દોડ્યા આવે, એલફેલ બેલે કે વાતાવરણ ડોળાવે પણ તમે બધા મારા પર છોડી દેશે અને જાણે અમે કંઈ જાણતા નથી તે દેખાવ ઊભું કરી શાસનની હીલનાને અટકાવવા લક્ષ્ય રાખશે” આદિ, શ્રી સંઘના દીર્ઘદશી શ્રાવકોએ પૂજ્યશ્રીની વાતને માન્ય રાખી.
આ બાજુ કપડવંજ શહેરમાં ફા.સુ. ૨ સવારે જમનાબહેને પહો ફાટતાં જ ધડાકે કર્યો કે “હેમચંદ નથી !” માણેકબહેનને પૂછયું કે “રાત્રે આવેલ કે નહીં ?” જાણવા મળ્યું કે કાલે રાત્રે જૂના ઘરે ગયેલ, પછી આવ્યા જ નથી.
|ીગ ટીમો | છેલ્થીક