________________
ET ÄWÕVÍTEELVRE
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
પ્રકરણ-૨૭ સંયમ–ગ્રહણની તમન્નાની
ચકાસણી
પૂ. ચરિત્રનાયકશ્રી શંકરભાઈ સાથે સાધર્મિક-ભક્તિ માટે લઈ ગયેલ શેઠ દલછારામ નથુચંદભાઈને ત્યાં હાઈ ધોઈ પૂજા માટે જિનાલયે ગયા.
ત્યાં ભલ્લાસથી સ્નાત્ર ભણવી શાંતિકળશ કરી તેને પાણી સમક્ષ શંકરભાઈની સૂચનાથી લઘુશાંતિને પાઠ સાતવાર કરી “શ્રીમતે શાંતિનાથાય”, ગાથા ૪૧ વાર ગણી , ૧ નવકાર, ૧ ઉવસગ્ન. એ રીતે ૨૧ વાર પૂ. ચરિત્રનાયકશ્રીએ ગણ્યાઃ
પછી પૂરબાઈ ધર્મશાળામાં પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં દશ વાગે પહોંચ્યા. પૂજ્યશ્રીની તાત્વિક-દશનામાં ઉપશમ-રસની પ્રધાનતા અને સંસારની વિષમતાના વિશદ વિવેચન દરમ્યાન શ્રી જબૂમી-શ્રી ધન્ના અણુગાર અને શ્રી શાલિભદ્ર જેવા મહાપુરૂષના દષ્ટાંતથી પૂ ચરિત્રનાયકશ્રી ખૂબ ભાવવિભોર બન્યા. આંખમાંથી આંસુ સરી પડ્યાં. “કયારે આ વિષમ સંસારના કેદખાનામાંથી છૂટી પૂજ્યશ્રીએ દર્શાવેલ વિશિષ્ટ-વૈરાગ્યના પંથે સંચરીશ?” ટૂંક સમયમાં વ્યાખ્યાન પૂરું થયેથી શંકરભાઈ સાથે પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની પાસે બેઠા.
ઔપચારિક વાતો થયા પછી પૂ. ચરિત્રનાયકશ્રીએ અંતરની વ્યથા ટૂંકા પણ માર્મિક શબ્દોમાં વ્યક્ત કરી અને નમ્રભાવે આજીજી કરી કે-“આપને ઠીક લાગે તે મને વહેલામાં વહેલી તકે દીક્ષા આપવા કૃપા કરે”—આદિ.
પૂજ્યશ્રીએ બધી વાત ધીરતાથી સાંભળી. શંકરભાઈની પણ વાત સાંભળી, શંકરભાઈએ મગનભાઈના અંતરની વાત અને પિતાના વિચારો જણાવી પૂ. ચરિત્રનાયકશ્રીની ભાવના પૂર્ણ કરવા વિનંતિ કરી.
પૂજ્યશ્રીએ ડીવારે આંખ મીંચી જાણે ભાવિદર્શન કરતા હોય તેમ જરા સ્થિર બની જાણે કે કશું ભાવી ચિત્ર જોયું છે ? તેમ પૂજ્યશ્રી ગંભીર-વદને સ્થિર બન્યા.
T
-
. .....
-
" ,