SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ KESÄVZEMUS જ્ઞાન દિવસ અને શાસન–સ્થાપનાના દિવસની સાપેક્ષ રીતે મહત્તા સમજાવી શ્રી વીતરાગપરમાત્માના શાસનની વફાદારીનું મહત્વ સમજાવ્યું. પ્રભુશાસનની શ્રદ્ધાના પાયા ઢીલા કરનારા ત ઉસૂત્રભાષીઓના પરિચય આદિ બાબત ધર્મપ્રેમી-જનતાને સાવધ કરી તત્વ-દષ્ટિ ખીલવવા સુ-સાધુઓના ચરણમાં બેસી તત્ત્વજ્ઞાનના અભ્યાસ સાથે ધર્મક્રિયાઓની વ્યવસ્થિત આચરણ પર ખૂબ ભાર મૂક્યો. ૧. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં શ્રી વર્ધમાન તપ-આયંબિલ-ખાતાનું મહત્વ સમજાવી “આંબિલની તપસ્યા દ્રવ્ય-ભાવથી મંગળરૂપે શ્રી સંઘને કલ્યાણકારી છે” એ વાત ઠસાવી શેઠ પુરૂષોત્તમદાસ ઠાકરશી શાહના ઉદારતા ભર્યા ૧ ૦૦૧ ના દાનથી ઉપાશ્રયની પાસેના મકાનને ૧૫૦૦ માં ખરીદી બે શ્રાવિકાબાઈઓ અને એક નેકર દ્વારા શ્રીસંઘના આગેવાનોને આંબિલ ખાતું શરૂ કરવા પ્રેરણા કરી. પરિણામે વૈ. વ. ૬ ના શ્રી સિદ્ધગિરિરાજના મૂળનાયક પ્રભુને મંગળકારી પ્રતિષ્ઠા-દિવસથી આંબિલની શરૂઆત કરાવી. પૂજ્યશ્રીના જોરદાર માર્મિક-ઉપદેશના આધારે પ્રથમ દિવસે ર૭૭ આંબેલ થયા. શેઠ શ્રી પરમાણુંદભાઈ તરફથી દરેકનું શ્રીફળ-રૂપિયાથી બહુમાન થયું. આ રીતે પૂજ્યશ્રીના આગમનથી શ્રીસંઘમાં સકળવિન–હર આંબિલની તપસ્યા કાયમી થાય તેવાં શુભ મંડાણ થયાં. જેઠ સુદમાં સંઘના આગેવાન શ્રી જાદવજીભાઈને પોતાની પાકટ અવરથામાં પિતાની જાતે જ અનુમોદનને પૂરતો લાભ મળી રહે તેવી સમજણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી થવાથી આત્મશ્રેયાર્થે અઠ્ઠાઈ-ઓચ્છવ કરવા ભાવના થઈ. પૂજ્યશ્રીની પ્રેરણા મુજબ સવારે શ્રાવક-જીવનના અત્યુત્તમ-કર્તવ્યરૂપ શ્રી વીતરાગ-પરમાત્માની ભક્તિનું રહસ્ય સમજાવનાર આદર્શ વ્યાખ્યાને, બપેરે વિવિધ મેટી પૂજાઓ, સાંજે બૈરાંઓનું ગાવાનું આ બધા પ્રસંગે પ્રભાવના આદિથી ધર્મોલ્લાસનું વાતાવરણ સારૂં કેળવાયું. જેઠ વદ ૧૩ થી આદ્રા બેસતા હોઈ પૂજ્યશ્રીએ શ્રાવકપણાના ઉત્તમ સંસ્કારની જાળવણી માટે ભક્ષ્યા–ભક્ષ્યવિચારની વાત, જયણ–પ્રમાર્જનની વાત, ચોમાસામાં પૂંજણી, ઝીણી સાવરણ આદિના ઉપયોગની વાત વેધક-શૈલિમાં શરૂ કરી, પરિણામે શ્રીસંઘમાં જાગૃતિ સારી આવી. આ ગરબો " ) રર )
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy