________________
PિR )). 2008
-
માહ વદ આઠમના વ્યાખ્યાન માટે આગ્રહ કરીને શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઈએ ગચ્છાધિપતિશ્રીની સકળ–સાધુ સમુદાય સાથે ધામધૂમથી સામયા સાથે પળમાં પધરામણી કરી, ઠેઠ
સ્વામીનારાયણ મંદિર આગળથી કીકાભટ્ટની પિળ સુધીના રાજમાર્ગને ભવ્ય રીતે શણગારી પિતાની (કીકાભટ્ટની) પિળના ઉપાશ્રયે વ્યાખ્યાન રાખ્યું
પિળના દહેરાસરે દર્શન કરી ઉપાશ્રયે આવી ગચ્છાધિપતિશ્રીએ મંગલાચરણ કર્યું, તીર્થયાત્રા અને છરી પાળતા સંઘ વિષે પૂજ્યશ્રીને વ્યાખ્યાન માટે આજ્ઞા કરી
પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય-શૈલથી તીર્થો અને તેની યાત્રાની મહત્તા છરી પાળવા પૂર્વક સંઘયાત્રાનું મહત્વ અને તે અંગેના ઉચિત કર્તા પર સવા કલાક પ્રકાશ પાથેયે, છેલ્લે ગચ્છાધિપતિશ્રીએ બે શબ્દ કહી સંઘવીના ભાવને પરિપુષ્ટ કર્યો
પિળના સંઘ તરફથી દીપચંદ શેઠને સંઘના આગેવાન શેઠે પહેરામણી કરી સંઘપતિનું તિલક કર્યું.
પૂ. ગચ્છાધિપતિએ પણ સંઘયાત્રા અને સંઘપતિ શબ્દના રહસ્યને જણાવતાં ફરમાવ્યું કે
“સંઘવી પિતાને પ્રભુ આજ્ઞાને શિરોધાર્ય કરી બધાને લાભ કરાવવાની જવાબ દારી સમજે અને સંઘમાં આવનારા બધા પ્રભુશાસનના માર્મિક-ભાવને ધ્યાનમાં રાખી સહનશીલતા, સમતા, સંતોષ આદિ ગુણોની કેળવણી કરે” વગેરે માર્મિક ઉપદેશ આપી સહુને કર્તવ્યનિષ્ઠ બનવા જાગૃત કર્યા.
મહા. વ. ૧૧ શનિવારે પોતાના દહેરે ઠાઠથી રામૂહિક-નાત્ર ભણાવી શાંતિકળશ કરી ગચ્છાધિપતિ પાસે વાસક્ષેપ નંખાવી શુભ-શુકન મેળવી બીજા ચેઘડીએ ચઢતા સૂરે મંગળ વાજિંત્રોના સૂર સાથે ઠાઠથી સિદ્ધાચળજીની દિશામાં ચતુર્વિધ શ્રી સંઘે પ્રયાણ કર્યું.૧
૧ પૂ. શ્રી દશનવિજયજી મ. ત્રિપુટી લિખિત “ આદશ ગચ્છાધિરાજ ) નામે પુ. મૂળચંદજી મ, ને સંક્ષિપ્ત પણ મુદ્દાસરના એતિહાસિક પુસ્તકના “જય શત્રુ જ્ય” નામના પંદરમાં પ્રકરણ (પૃ.નં. ૧૦૨) માં આ સંઘયાત્રાની વિગત છે,
ત્યાં એક નવી વાત નોંધી છે કે
ઉજમફઈની ધર્મશાળાએથી પુ.શ્રી મૂળચંદજી મ. સપરિવાર શ્રીસંઘમાં જોડાવા માટે નિકળ્યા, ત્યારે કો'ક સાધુના અનુપયોગથી પાણીને ઘડે નંદવાઈ ગયે, શ્રાવકાએ વહેમ કર્યો કે- સાહેબ ! ન જવાય! પણ