________________
SES DUVVEMIRSI
આ પત્રમાં કપડવંજ-સંઘના આગેવાનના નામે છે, વળી કરમચંદભાઈ જે પત્ર લખનાર ભાઈ છે, તે પણ ખૂબ જ તસવપ્રેમી ગુણાનુરાગી જિજ્ઞાસુ અને મુમુક્ષુ જણાય છે.
પૂજ્યશ્રીને તાવિક બાબતે પૂછાવી છે, તે પરથી પૂજ્યશ્રીને સંપર્કમાં આવનાર પુણ્યાત્માઓ તત્ત્વષ્ટિની ખીલવણી તરફ કેટલા વળતા હશે? તેને અણસાર આવે છે.
આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા, પણ કપડવંજ જેવી પૂ ચરિત્રનાયકશ્રીની પૂણ્યભૂમિના શ્રાવકે સાથે અજ્ઞાત-સંકેતરૂપે પણ સંપર્ક રાખી જાણે! પૂ ચરિત્રનાયકશ્રીના જીવન ઘડતર માટે જરૂરી તત્ત્વદષ્ટિની ખીલવણી માટે પૂર્વભૂમિકા કુદરતી રીતે તૈયાર થવા નિમિત્તકારણરૂપ બની રહ્યા.
પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ પ્રસંગે અમદાવાદથી પૂ. ગચ્છાધિપતિશ્રીની નરમ તબિયતના સમાચારથી પૂજ્યશ્રી જરા વ્યથિત બન્યા, ચોમાસું ઉતર્યો ઝડપથી પૂજ્યશ્રીની સેવામાં હાજર થઈ જવાનું મનમાં ગોઠવ્યું.
સંવત્સરીના ખામણાંના પત્રમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત સારી છતાં કથળતીના સમાચાર જાણી પૂજ્યશ્રીને વધુ ચિંતા થવા માંડી, ઉદયપુર શ્રીસંઘને પણ આ બાબત જાણકારી અને જેમ બને તેમ બધા કામ આટોપી કા. સુ. પૂનમ થાય કે તુર્તા અમદાવાદ તરફ જવાની પાકી તૈયારી કરવા માંડી.
ભાદરવા સુદ દશમથી સવારના ૬ કે ૭ વાગે ઉદયપુર–શહેરના દહેરાસરોની શહેરયાત્રા (સામૂહિક અષ્ટપ્રકારી પૂM સ્વદ્રવ્ય અને જાત મહેનતથી કરવા રૂપની) શરૂ થઈ
દરેક લત્તામાં મુખ્ય સ્થાને સામુદાયિક-પૂજાને ક્રમ પત્યા પછી નવ વાગે પૂજયશ્રીનું વ્યાખ્યાન “વીતરાગ-પરમાત્માની ભક્તિનું રહસ્ય” વિષય પર થાય, કે જેથી પુણ્યવાન આરાધક જ પ્રભુ-ભક્તિના પરમાર્થને ધ્યાનમાં લઈ ચઢતા-ઉમંગે અ-વિધિના ત્યાગ અને વિધિના આદર-બહુમાન સાથે પ્રભુ-ભક્તિમાં પ્રવર્તાવા લાગ્યા.
એકંદરે આ કાર્યક્રમથી ધર્મપ્રેમી-જનતાના માનસમાં શ્રી વીરા -પ્રભુની ભક્તિની વિશિષ્ટ મહત્તા અંક્તિ થઈ રહી.
આસો સુદ ત્રીજના ચૌગાનના દહેરાસરે શહેરયાત્રાનો કાર્યક્રમ પૂરી થયે તે દિવસના વ્યાખ્યાનમાં આસો સુદ થી શરૂ થતી શાશ્વત શ્રી નવપદજીની ઓળીની સામુદાયિક-આરાધનામાં
આગામો" હીરીક