________________
દિન તરીકે, 22ore)
પરિણામે ઉપધાનતપવાળા અપૂર્વ ઉલ્લાસથી વિગઈ એને ત્યાગ-દ્રવ્ય સંક્ષેપ, મૌન અને અસંયમી જીવનના યથાશક્ય ત્યાગ આદિથી જીવનને ધન્ય-પાવન બનાવી રહયા.
કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે ઉપધાનવાળાને સાધુજીવનની પ્રાસાદી મળે તે હેતુથી સંયમી જીવન-ચયના પ્રતીક રૂપે દરેક ઉપધાનવાળાઓએ મોટે ભાગે પોતાની ઉપાધિ જાતે ઉઠાવી સિસારવા ગામે પૂજ્યશ્રી સાથે વિહારને રસાસ્વાદ લો.
સિસારવા ગામે જઈ શ્રી સિદ્ધિગિરિના પટની યાત્રા કરી શ્રી સિદ્ધાચળ મહાતીર્થની આરાધનાથે ચૈત્યવંદન-કાઉસ્સગ વગેરે કરી ઠેઠ બે વાગે મંદ શક્તિવાળાઓએ નીવિ કરેલ.
બાકી ઘણાઓએ પૂજ્યશ્રીની દેશનાથી ભાવિત બની છઠ્ઠની તપસ્યા કરી.
બીજે દિવસે સાધુની જેમ પોતાની ઉપાધિ ઉપાડી પાછા ચૈગાનના દહેરે આવી બધી વિધિ કરી પૂજ્યશ્રીએ સાઢપરસીએ પચ્ચ 2 પારવાની છૂટ આપી છતાં છઠ્ઠના તપસ્વીઓએ પુરિમપૂઢ નીવિ બધાએ ઉમંગભેર કરેલ.
આવી ઉપધાનના આરાધકેની વિશિષ્ટ આરાધનાની જાગૃતિ પૂજ્યશ્રીના વ્યાખ્યાન-બળે કેળવાયેલી.
તે પ્રસંગે સકળ શ્રીસંઘે ઉદાર મનથી લાભ લેવા માટે ઉમંગપૂર્વક તૈયારી કરવા માંડી. પૂજ્યશ્રીએ ઉપધાનવાળાને સમજાવ્યું કે-“હવે વિરતિ-જીવનના દિવસે ઓછા ગણત્રીના જ છે. દુનિયાની દ્રષ્ટિએ તમે હવે છૂટા થવાના ! પણ હકીકતમાં મોહમાયાના બંધનથી તમે હાલ છૂટા છે, વળી પાછા બંધાવવાના છે! શકય હોય તે દેશવિરતિમાંથી સર્વ વિરતિના ઉપલા વર્ગમાં નામ તે બેંધાવવું જોઈએ, અને કદાચ શક્ય ન બને તે વિરતિ-જીવનની સૌરભ જીવનમાં પ્રસરી રહે તે માટે ભાગતા ભૂતની ચોટલી પકડવાની જેમ અવિરતિના લપસણ માગે ફરી પાછા જવું પડે તે પણ પૂરેપૂરા વિષય-કષાયના કીચડમાં ન ફસાઈ એ માટે વિવિધ ત્યાગતપ-વ્રત-નિયમનાં પચ્ચકખાણ કરવાં, અને આરાધના પણ તે જ સફળ થાય” એ વાત પણ પૂજ્યશ્રીએ સમજાવી.
તેથી બે છોકરીઓ અને ત્રણ વિધવા બહેનોને સર્વવિરતિ જીવન લેવા માટે ઉમંગ જાગે, ઘરવાળાને ગમે તેમ સમજાવી માળના મુહુર્ત જ દીક્ષા લેવાને દઢ સંકલ્પ જાહેર કર્યો.