SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે પાલીતાણા સ્ટેટ સાથે ઈ. સ. ૧૮૬૩ વિ.સ. ૧૯૧૯માં થયેલ ત્રીજા કરાર પ્રમાણે શાંતિથી કામ ચાલ્યે જતુ હતુ, તેમાં કાળના વિષમ–પ્રભાવથી પાલીતાણા સ્ટેટે માથું ઊંચકયુ' છે અને યાત્રાળુવેરા નાંખવાના કાળા કેર વત્ત્તવી રહેલ છે. આ પ્રસંગે શ્રીસ`ઘે ખૂબ જ જાગૃત થઈ રાજ્યકર્તાઓને ઉપજેલી કુમતિ દૂર થાય અને ગિરિરાજની યાત્રા કરનારાઓના અવરોધ દૂર થાય તે અંગે સિદ્ધગિરિના અઠ્ઠમની આરાધના ભાદરવા સુદ ૧૩–૧૪-૧૫ની નક્કી કરી. ખૂબ જ જોશીલા પ્રવચનેાથી ભાવુક-જનતા શ્રીસિદ્ધગિરિના અઠ્ઠમની આરાધનામાં ખૂબ ઉમ ગથી જોડાઈ. શ્રીસંઘે તાર-ટપાલ આદિથી પેઢીને તથા પાલીતાણા-સ્ટેટને પેાતાના જુસ્સાદાર વિચારા જણાવ્યા .તીથરક્ષા માટે મરી ફીટવાની તૈયારી બતાવી. આ અરસામાં અમદાવાદથી આક॰ ની પેઢી તરફથી તેમજ પાલીતાણાથી પણુ સમાચાર મળ્યા કે “ શે.આ ક−ની પેઢીએ નગરશેઠ હેમાભાઈ વગેરે અગ્રગણ્ય શેઠીયાઓની સહીશ્રી પાલીતાણા સ્ટેટ સાથે ઘણી વાતા કરવા છતાં કંઈ સફળતા ન મળવાથી તે વખતના ઉપરી સત્તાધીશ તરીકે કાઠીયાવાડના પેાલિટિકલ એજ’ટ હાવા છતાં તે કદાચ ઉપરીની દેારવણીના અભાવે પુરતા સહયેગ ન આપે તેથી સીધા મુ ઈ ગવર્નર પાસે અપીલ કરી છે, તેને યાગ્ય નિણૅય જરૂર ટૂંક સમયમાં આવશે. હાલ તુ પાલીતાણા સ્ટેટ યાત્રાળુવેરા બંધ રાખેલ છે.” આ સમાચાર મળવાથી શ્રીસંઘમાં જરા શાંતિ થઈ, પણ શ્રીસ`ઘે જાગૃત રહેવાની જરૂરિયાત પર પૂજ્યશ્રીએ ખૂબ ભાર મુકયો, પૂજ્યશ્રીએ શેઠ. આ ૩૦ ની પેઢી સાથે પત્રવ્યવહારથી સપ` ખરાખર જાળવી રાખી પાલીતાણા-સ્ટેટ સામે પડેલ વાંધા અંગે સુખઈ ગવનર પાસે કરેલ અપીલની કાર્યવાહીથી પૂરા માહીતગાર બની રહ્યા. એટલામાં કાઈ સુ૦ ૭ લગભગ ભીલવાડાના શેઠ કિસનજી મુણાત ભીલવાડા જૈન–શ્રીસ'ધના આગેવાને સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી.ને વંદના કરી નમ્રભાવે કિસનજી શેઠે ભીલવાડાથી કેશરીયાજી તીર્થ ને છ'રી પાળતા સંઘ કાઢવાની ભાવનાને પૂર્ણ કરવા પૂજ્યશ્રીને ભીલવાડા પધારવાની વિનતિ કરી. ૩૭
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy