SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ V ZBUVON વધુમાં શ્રી સંધને આખી વિગત સમજાવી કે સૌરાષ્ટ્રના તિલકસમે તરણતારણહાર શ્રી શત્રુજય ગિરિરાજ આપણું જૈન શ્રીસંઘની માલિકીન છે, જેના કાંકરે કાંકરે અનંત આતમાઓ મોક્ષે ગયા માટે તે દહેરાસર કરતાં પણ વધુ પવિત્ર ભૂમિ જૈન શ્રી સંઘના કબજાની કે માલિકની હોય તેમાં શંકા શી ? પરંતુ આપણે શ્રીસંઘના અગ્રગણ્ય, શેઠ શાંતિદાસ ઝવેરીએ મેગલ સમ્રાટ જહાંગીર પાસેથી પાલીતાણનો પરવાનો મેળવ્યા પછી વ્યવસ્થિત રીતે યાત્રાળુઓ યાત્રા કરી શકે તે આશયથી કાળચક્રના વિષય પરિવર્તનથી “વાડ ચીભડુ ગળે” તેમ આપણા યાત્રાળુ એની સુરક્ષાર્થે ગારીયાધરથી ગેહેલવંશના કાઠીઓને ચોકીદાર રૂપે લાવેલા, જેઓ કે કાલાંતરે આજે માલિક થવા બેઠા છે. ઈ. સ. ૧૬૫૦ વિ. સં. ૧૭૦૬માં ગેહેલ કાઠીઓને ચોકીદાર તરીકે લાવ્યા અને તેમની સાથે નીચે મુજબને કરાર સર્વપ્રથમ થયે કે “ગિરિરાજનું જતન કરવું, વાત્રાળુઓના જાનમાલની રક્ષા કરવી, બદલામાં જૈન શ્રીસંઘ તરફથી તમને વાર્ષિક કંઈ રોકડ નાણું નહીં, પણ જે તે મહત્ત્વના મહોત્સવ પ્રસંગે કે તેવા યાવહારિક પ્રસંગે મુખડી, કપડાં અને અમુડ રોકડ નાણું (જામી) આપવા.” આ કરાર મુજબ ગહેલવંશના તે કાઠીઓ વ્યવસ્થિત રીતે ચેકીનું કામ કરતા હતા પણ આખા ભારતવર્ષના સમસ્ત જૈન શ્રીસંઘનું માનીતું સર્વોત્તમ તીર્થાધિરાજ રૂપ શ્રીસિદ્ધગિરિ મહાતીર્થ હાઈ પ્રતિવર્ષ સેંકડો છ'રી પાળતા શ્રીસંઘે અને હજારો-લાખે યાત્રાળુઓના મોટા મોટા કારતકી–ત્રી પૂના તથા અખાત્રીજના મેળા વગેરેથી ચોકી કરનારા કાઠી-દરબારોને લેભને કીડો સળવશે, જૈન શ્રી સંઘ સાથે માથટમાં કાળબળે ઉતર્યા, પૈસાને હતું બાંધી આપવા રકઝક થઈ છેવટે શ્રીસંઘના તે વખતના આગેવાનોએ સમયોચિત વિચાર કરી ઈ. સ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ માં કરાર-નામું કરી વાર્ષિક ૪૫૦૦ રૂપિયા રોકડા આપવાનું નક્કી કરી અવસરે અવસરે અપાતે બીજે બધે કપડું સુખડી વગેરેને લાગે બંધ કર્યો. આ વખતે ગેહલવંશના આ કાઠી-દરબારોએ ક્ષત્રિય ઢબથી રહેવાની શરૂઆત પાલીતાણુમાં કરી દીધેલ. વ્યવસ્થાના નામે રાજ્યતંત્ર ગોઠવી કારભારી નીમી પિતે તેના ઉપરી દરબાર-રાજા તરીકે રહી ધીમે ધીમે પાલીતાણું સ્ટેટનું રૂપ વિ. સં. ૧૮૭પ લગભગ અપાઈ ગયેલ. આથી પણ બીજા કરારનામા વખતે સત્તાતંત્ર કાઠીઓ પાસે હોવાથી રોકડ પૈસાથી પતાવટ કરી.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy