SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શિર Dow) મગનભાઈને “ભાવતું'તું ને વૈદે કીધું “ચ૪િ વૈ િ ન્યાય મુજબ કપડવંજ શ્રીસંઘની તાવિક રીતે નાડ પારખી ધર્મભાવનામાં સાનુબંધ-વૃદ્ધિ-કરવા માટે પૂ. ઝવેરસાગરજી મ. સર્વ રીતે સાનુકૂળ થઈ પડે તેમ વિચારી ચીમનભાઈને કહ્યું કે– * મહાનુભાવ! તમારી ભાવના ઉદાત્ત, અનુમોદનીય છે ! આવા પ્રસંગે સારા ચારિત્રસંપન્ન અને તાવના જાણકાર મુનિભગવંતને લાવવાથી આપણા કાર્યની સાચી સફળતા સાથે અનેક બાળકો શાસનને અનરૂપ બને, તેથી મને એમ લાગે છે કે પૂશ્રી ઝવેરસાગરજી મ. હાલના કાળે આગમના સારા જાણકાર પ્રૌઢ-વ્યાખ્યાતા અને શાસન-પ્રભાવક છે, આપણા શ્રીસંઘમાં ધર્મભાવનાને વધુ જાજવલ્યમાન કરવા માટે પણ તેઓશ્રીની ખાસ જરૂર છે. તેઓ આપણે ત્યાં લગભગ પંદર વર્ષ પૂર્વે પધારેલ તેની ઝણઝણાટી હજી ધાર્મિકેના હૈયામાંથી ખસી નથી! તેથી તમને ઠીક લાગે તે આપણે શ્રીસંઘને વાત કરી પૂજ્યશ્રીને અહીં પધારવા વિનંતિ કરવાનું ગોઠવીએ” * ચીમનભાઈએ કહ્યું કે “ભગત ! તમે કહો તે સત્તર આની! તમારી વાતમાં વિચારવાનું શું હોય? આપણે શ્રીસંઘના આગેવાનોને આજે સાંજે મળીએ, તમે સાથે આવો તો સારૂ !” મગનભાઈને મનમાં ગલગલીયાં થયાં – “વાહ વાહ! મારું પુણ્ય સારૂં તપતું લાગે છે ! દેવ-ગુરૂકપાએ મારા સંયમ–માગે આવતા અવરોધોને હઠાવવા પૂજયશ્રીની અહી ખાસ જરૂર છે, તે તેવા સંયોગો કુદરતી ઊભા થઈ ગયા છે!” આદિ વિચારતા મગનભાઈએ સાંજે પ્રતિક્રમણ પછી શ્રી સંઘના આગેવાનોને મળવા જવાનું ચીમનભાઈ સાથે નકકી કર્યું. તે દિ આને શુદ ૧૩ ને દિવસ હતો, શ્રીસંઘના મહત્વના કેક કામ અંગે મોટા દેરાસરજી આગળ શ્રીસંઘના આગેવાને ભેગા થવાના હતા. અવસર જોઈ મગનભાઈ ભગત અને ચીમનભાઈ પ્રતિક્રમણ કરી રહેલા સામાયિક પારી આગેવાને ભેગા થતા હતા ત્યાં જઈ પહોંચ્યા, ડીવારે બધા આગેવાને આવી ગયા અને “ભગત મગનભાઈ આજે અહીં કયાંથી? ઘણીવાર શ્રીસંઘના કામમાં બેલાવીએ તે પણ તેઓ તેમના ક્રિયાકાંડ અને સ્વાધ્યાયથી નવરા જ ન પડે અને આજે અહીં કેમ!” બધાએ કુતૂહલ અને ભક્તિભાવથી પૂછ્યું કે “કાં ભગતજી! અમારા લાયક કંઈ કામકાજ ?” એટલે મગનભાઈએ બધી
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy