________________
જિન છે. > 89600
પધારે તે કેશરીયાજીની યાત્રા થઈ જાય, સાથે ઉદયપુરમાં જિનશાસનની જમ્બર પ્રભાવના થાય, કેમકે સ્થાનકવાસી–સાધુપણામાં બાવીસ વર્ષ રહી પ્રખર વિદ્વાન અને પ્રતિષ્ઠાપાત્ર બનેલા છતાં સત્ય-તત્વની સમજુતી થવાથી તેઓએ અઢાર સાધુ સાથે સંવેગી-દીક્ષા સ્વીકારી પ્રભુશાસનની વફાદારી વ્યક્ત કરેલ.
આવા મહાપુરૂષ ઉદયપુરમાં પધારે તે અહીંની જનતાને પરમાત્માના શાસનની દઢ પ્રતીતિ થાય, તેથી ઉદયપુર શ્રીસંઘને વાત કરી આગેવાને પાસે આગ્રહભરી વિનંતીને પત્ર લખાવેલ જેના ગર્ભિત-જવાબ રૂપે પૂજ્યશ્રી પર નીચે મુજબ જવાબ આવેલ.
"स्वस्ति श्री शैवा- देवदेव-पद्पयोजनि-युगलंप णिपत्य मनसा संचिरतरार्थ साधुजातिरम्यमुदयपत्तननामकमिन्दिरानिलयं निगमवरमविष्टितभ्यः मतपतिप्तेिभ्यः प्रख्यातचिदविलासेभ्यो विद्वज्जनप्रधानेभ्यो मुनिभ्यः श्रीमद् झबेराणांपतिभ्य इन्द्रप्रस्थात् मुनिश्नीमदानंदविजयादीनां वन्दनानि च भवतुतराम् ।
शमत्र, तत्राप्यस्तु अपरं च समाचार वंचना-पत्र आप को आयो, पढ के चित्तको आनंद हुआ आपने जो दयानंदकी बाबत में लिखा ओ टीक है, अब दयानंदका क्या हाल है? सो लिखनाजी। आगे आपके श्रावकोंकी विनति पाँची सो हमारी तर्फ से धर्मलाभ कहनाजी'.
चिठ्ठी जो देर से लिखी गई है सो विहार होणे के सबब से, आगे यहां दील्हीमें ठाणे २० है सो दो तथा तीन रोजमें जयपुर तर्फ विहार करणेका है, सेा आपको मालूम हो।
सुखशाताका पत्र जैपुर कपा करी देणाजी। चिठी लिखी मीति माह वद ८ मंडारी हीराचंदकी बंदणा १०८ बार मालम होवे । गुरुदया किरपा करके लिखसो ઉદયપુર ગોડીજી મ. ના ઉપાશ્રયમાંથી મળેલ જુના પત્રમાંથી મળેલ એક પત્ર
પૂ. શ્રી આત્મારામજી મ. ના આ પત્રમાં પૂજ્યશ્રી પર ભારે ભાર હાદિક બહુમાન ઝળકે છે, પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રી સંઘની મોકલાવેલ વિનતિની પહોંચ આમાં છે, પણ ગુજરાત બાજુ જવાની ઉતાવળ કે બીજા કેઈ મહત્ત્વના કારણે ઉદયપુર તરફ આવવા માટે નિર્દેશ આ પત્રમાં નથી.
આવા મહામહિમશાલી પ્રૌઢ-પ્રતાપી પૂજ્યશ્રી દીક્ષાર્થી બહેનના ભાવલાસને વૃદ્ધિગત કરવા વિશિષ્ટ પર્વોના રહસ્યને વ્યાખ્યાનમાં છણાવટપૂર્વક રજુ કરી રહ્યા.
દીક્ષાર્થીઓ પૂજ્યશ્રીની પ્રેરણા-ઉપદેશને બરાબર ઝીલી ભક્તિ કરનારાઓના ગમે તેટલા આગ્રહને પણ વશ ન થતાં-સંયમની પૂર્વ-ભૂમિકાને મજબૂત કરવાની જેમ વાસના-નિગ્રહમાં સફળ રીતે યશસ્વી નિવડી શક્યા.