________________
V
ÕUÜLEENRE
ક
બધાએ સામુદાયિક શ્રી નવકારમહામંત્રને ઘેષ શરૂ કર્યો, છેવટે સવા દશ વાગે લગભગ કેશવસાગરજી મ. સ્થૂળ-દેહ છોડી પૂજ્યશ્રીના છેલ્લી ઘડીના કાનમાં કહેવાતા શ્રીનવકાર મહામંત્રને સાંભળતાં બન્ને હાથ જોડી સહુને ખમાવતા કાળધર્મ પામ્યા.
સકળ સંઘમાં શોકની લાગણી ફેલાઈ પૂજ્યશ્રીએ પણ પુખ્ત વયે દીક્ષા લઈને અગિયાર વર્ષથી પોતાની તબિયત ઢીલી છતાં દરેક રીતે સેવાભક્તિ કરનાર એક પુણ્યાત્માના સ્વર્ગવાસથી જરા હૈયે કં૫ અનુભવ્યું, પણ સંસારની ઘટમાળ અને જન્મ-મરણની અવિરત પરંપરાને વિચાર કરી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા, અને સ્વર્ગત મુનિની સંધમારાધના, તપસ્યા, સેવા ભક્તિ આદિ ગુણોની અનુમોદનાના ભાવથી માનસિક-ધીરતા કેળવી.
મહાપારિષ્ઠાપનિકાને કાત્સર્ગ કરી પૂજ્યશ્રીએ શ્રાવકને ભળાવ્યા, પછી શ્રાવકેએ ચિત કર્તવ્ય કરી ઉપાશ્રયમાં નીચે બધા દર્શન કરી શકે તેવી જગ્યાએ દર્શનાર્થે બિરાજમાન કર્યા.
રાતોરાત સુંદર જરીયાન પાલખી બનાવી સવારે ૭ વાગે ભવ્ય સ્મશાન યાત્રા “ જય જય નંદા જય જય ભદ્રદા”ના બુલંદ ઘોષ સાથે સંઘ કાઢી અને મેગ્ય પવિત્ર ભૂમિએ ૧ના વાગે ચંદનના સુગંધી કાની ચિતા બનાવી હજારેના ચઢાવા દ્વારા અગ્નિ સંસ્કાર કરી શુદ્ધ થઈ પૂજ્યશ્રી પાસે મેટી શાંતિ સાંભળવવા આવ્યા.
પૂજ્યશ્રીએ પણ મૃતક શરીરને લઈ ગયા પછી સાધુને ઉચિત અવળા દેવવંદન આદિ ક્રિયા કરી સકળ સંઘ સાથે દેવવંદન ચૌમુખ પ્રભુજી પધરાવી કર્યા, તે દેવવંદનાની સમાપ્તિ વખતે
સ્મશાનયાત્રાએ ગયેલા પુણ્યવાને પણ આવી ગયેલ, તેઓએ મેટી શાંતિ અને આ પ્રસંગે પૂજ્યશ્રીની મામિક વૈરાગ્યભરી દેશના સાંભળી ધર્મકાર્યોની આચરણ માટે ગંભીર પ્રેરણા મેળવી.
પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રી સંઘે ગેડીજી મહારાજના દહેરે અષાડ વદ ૧૩ થી અષ્ટાનિકા મહોત્સવ કરવા વિચારેલ, પણ સંગ એવા ઉપસ્થિત થયા કે મહોત્સવમાં ઢીલ કરવી પડી.
ચૌગાનના દહેરાસરેની સ્થાપના સાગર-શાખીય મુનિ ભગવતેની પ્રેરણાથી થયેલ હોઈ ત્યાંની વ્યવસ્થામાં પૂજ્યશ્રી દેખરેખ વધુ રાખતા હતા. તેથી વિ. સં. ૧૮૬૨માં શ્રી મુનિશ્રી ભાવસાગરજી મ.ને ઉપદેશથી શાસન-નાયક તીર્થંકર પ્રભુ મહાવીર–પરમાત્માની દેરીની હવાડામાં તે વખતના સંજોગોને અનુસરીને સ્થાપના કરેલ, પણ પાછળથી તે જગ્યા દર્શનાથી એને અનુકૂળ ન રહી, એટલે આશાતના વિગેરેના ભયથી સં. ૧૯૯૭ માં ચૌગાનના દહેરાસરના વિશાલ ક્ષેત્રમાં શ્રી શાંતિનાથજી પ્રભુના દહેરાસરની પાસેની જમીન નક્કી કરાવી પૂજ્યશ્રીએ કામ શરૂ કરાવેલ, પણ સંજોગવશ તે કામ ઢીલમાં પડેલ, છેવટે સં. ૧૯૩૮ માં
આર ગોળ હોકર )