SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શિકIR 1 / 022070 ૦ ચૌગાનના દહેરે બિરાજમાન આવતી વિશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ પ્રભુ ભગવાનના કુંડલ વ્યવસ્થિત ન હઈ શ્રાવકોને ઉપદેશ આપી રત્નજડિત સેનાના સુંદર કુંડળ તૈયાર કરાવ્યા. આવા બીજા અનેક ધર્મકાર્યોથી ચાતુર્માસ ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં પૂરું થવા આવ્યું. પણ આસો વદ દશમ લગભગથી પૂજ્યશ્રીને તાવ આવવા લાગે, યેગ્ય ઉપચાર કર્યા છતાં તાવે ઉગ્ર સ્વરૂપ લીધું, કારતક સુદ આઠમે ડાબા પગમાં પીડી બાજુ કંઈક ગાંઠ જેવું થયું– જેની વેદનાથી પણ તાવ વધી ગયે. દેશી નિર્દોષ વનસ્પતિ લેપ આદિના ઉપચાર શરૂ કર્યો, પણ શાતા ન થઈ. ચાતુર્માસપરાવર્તનનું કાર્ય જેમ તેમ પતાવ્યા પછી કા. વ. ત્રીજ લગભગથી વેદના વધી ગઈ. . આ અંગે પૂજ્યશ્રીને વિહાર કરવાની ભાવના છતાં વિહાર ન થઈ શકે અને એક જ ક્ષેત્રમાં કારણસર ચાતુર્માસ ઉપરાઉપરી કરવાં પડયાં, પણ શેષ-કાળમાં ગ્રામાનુગ્રામ વિચરાય તે ઠીક ! એ ભાવના પૂજ્યશ્રી પૂ. ગચ્છાધિપતિશ્રીને અમદાવાદ પત્રદ્વારા જણાવેલ. આ બધી વિગતની ઝલક પૂ. મૂલચંદજી મ.ના સં. ૧૯૯ના કા. વ. રના લખાયેલા પત્રમાં પણ જાણવા મળે છે, જે પત્ર અક્ષરક્ષ નીચે મુજબ છે. “શ્રી અમદાવાદથી મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજે. શ્રી ઉદયપુર મુનિ ઝવેરસાગરજી તમારો પત્ર સુ. ૧૨નો પિતા છે. સમાચાર જાણ્યા છે હમારી ચિઠ્ઠી મેડી તમારા હાથમાં આવી તેના કારણ વિષે તથા ચિઠ્ઠી લખાઈ નહીં તેના કારણ લખ્યાં તે જાણ્યાં. આપના શરીરમાં તાવ ને પગમાં ગાંઠના દરદની હકીક્ત જાણું દિલગીરી છે, પણ પૂરવ સંચિત ઉદે આવે છે, વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે, પણ એસડ ઉપચાર સારી રીતે કરો, કાંઈ જોઈએ તો સુખેથી મંગાવજો. જે એક-દો કામ કે વાસ્તે તમને લાગે છે, તે સારૂ તમારી ધ્યાનમાં ખટક છે, પણ શરીરની કુરતી બિગયાથી વિહાર થઈ શકતું નથી તે વિષે લખ્યું તે જાણ્યું, ખરી વાત છે. સમજુને ચીવટ હોય જ! હવે તમારા શરીરની પ્રકૃતિને દર એકાંતરે અથવા એથે દહાડે ખબર જીણું છે? તમારી પ્રકૃતિ સુધરે ત્યાં સુધી લખ્યા કરવી. Sચ Gિ: -
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy