SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ K, TUŽUJEN & S પછી મુહપત્તિી બાંધવાની બાબત, ધવણના પાણીની વાત, વાસી-વિદળની અભક્ષ્યતા, પાત્રે પડયું તે સાધુને ખપે’ની વાતને થતે દુરૂપયેગ આદિ બાબત પર જોરદાર સચેટ દલીલ દ્વારા પ્રકાશ પાથર્યો અને ઘણું સ્થાનક માગીએ પૂજ્યશ્રીની સમજાવટ-લિથી મિથ્યાત્વને ત્યાગ કરી પ્રભુશાસનની મર્યાદામાં આવવા ઉજમાળ બન્યા. પર્વાધિરાજ શ્રી પજુસણ–પર્વની આરાધના ટાણે ઉદયપુર શ્રીસંઘમાં અનેરી જાગૃતિ આવી, કેમકે નવા જોડાયેલ સ્થાનકમાગ–કુટુંબના ચઢતા ભાવેહલાસથી શ્રીસંઘમાં આરાધનાને ઉલ્લાસ પ્રબલ રહ્યો. ચોસઠ-પ્રહરી પૌષધ, અઠ્ઠાઈની તપસ્યા શ્રી કલ્પસૂત્રના રાત્રિ-જાગરણ અને વહેરાવવાના ચડાવા તેમજ સ્વપ્ન ઉતારવા આદિની ઉછામણીઓ અભૂતપૂર્વ થવા પામી. સંવત્સરી મહાપર્વની આરાધના પ્રસંગે કષાયોનું વિસર્જન અંતરથી કરી સર્વ જી સાથે મિત્રીભાવના આદર્શ નમૂના રૂપે પ્રભુશાસનના સર્વવિરતિ-ધર્મનું પાલન એજ યથાર્થ આરાધનાને સાર છે” એ જણાવી પ્રભુશાસનની માર્મિકતા સમજાવી. પરિણામે આરાધક-પુણ્યાત્માઓને અપૂર્વ ભાલાસ જાગૃત થયે. આ માસામાં અનેકાનેક ધર્મકાર્યો પૈકી કેટલાક વિશિષ્ટ ધર્મકાર્યોની નેધ ઉદયપુરના પ્રાચીન ઈતિહાસની લઘુ પુસ્તિકામાં આ પ્રમાણે મળે છે. ૦ “સાગરશાખાના પ્રભાવક-મુનિપુંગવે દ્વારા સ્થપાયેલ ચૌગાનના વિશાળ-જિનાલયમાં પ્રભુભક્તિ અંગે ભાલ્લાસની વૃદ્ધિ થાય તેવા સુંદર ચાંદીના કળશ-હાંડા વગેરે સુંદર ઉપકરણની ગોઠવણ શ્રાવકેને ઉપદેશ આપીને પૂજ્યશ્રીએ કરાવી. ૦ જ્ઞાનપંચમીએ જ્ઞાન ગોઠવવા માટે દર વર્ષે ખપ લાગે તેવા ચંદરવા, પુંઠીયા, લાકડાનું ચઢ-ઉતરવાળું સ્ટેન્ડ વિવિધરંગી સુંદર રૂમાલ વગેરે સામગ્રી શ્રીસંઘ દ્વારા તૈયાર કરાવી. ૦ શ્રી ગોડીજી-મહારાજનું તિલક જીર્ણ થયેલ હોઈ રત્નજડિત સુંદર કારીગરીવાળું નવું તિલક બનાવડાવ્યું. ૦ રત્નના પ્રતિમાજીને પધરાવવા માટે સુંદર મકરાણાનું શિલ્પકલાવાળું ભવ્ય સિંહાસન તૈયાર કરાવીને ગેડીજી મ.ના દહેરાસરે પધરાવ્યું, જેમાં રત્નના પ્રતિમાજી વ્યવસ્થિતપણે પધરાવ્યા. ૧ નાની-મોટી પંચતીર્થી–વિશી ધાતુમૂતિઓના અભિષેક વખતે આશાતના ટાળવા માટે સુંદર પિત્તળનું સિંહાસન (નાળચાવાળું) ગેડીજી મ.ના દહેરાસરમાં પધરાવ્યું. TITUTI VIKA Bટા પણ પોતાની એક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy