________________
STRÄVÕUÜVEMBRE
પૂજ્યશ્રી જ્યાં ઉતર્યા હતા, ત્યાં પાસેના જિનાલયના બહારના પ્રેક્ષામંડપમાં સ્થાનકવાસી શ્રાવકો રાત્રે સૂઈ જતા, દિવસે અનાજ સૂકવતા. કયારેક તેમના સાધુઓને પણ ત્યાં ઉતારતા. પૂજ્ય શ્રીએ આપણુ શ્રીસંઘનું ધ્યાન ખેંચ્યું તે જાણવા મળ્યું કે તે મંદિર તેમની જ્ઞાતિનું બંધાવેલ હોઈ તેમના વહીવટ તળે છે એટલે અમે કંઈ ન કરી શકીએ.
એટલે પૂજ્યશ્રીએ તે જ્ઞાતિના આગેવાન ડાહ્યા શ્રાવકોને બોલાવી-“ભલે તમે મંદિરને ન માને ! પણ એ ધર્મસ્થાન છે એ વાત તે માને છે ને ! તમારા જ્ઞાતિભાઈઓનું બનાવેલ એ ધર્મ સ્થાનક તમે સાચવે છે તે ધર્મની રીત–મર્યાદાઓને ધ્યાનમાં રાખે, આ કંઈ સંસારી-ગૃહસ્થીનું મકાન તે નથી જ ને! તમે ત્યાં અનાજ કે કપડાં સૂક, સૂવા-બેસવામાં વાપરે આ બધું દેષરૂપ નથી શું ? એ મતલબનું સમજાવી, યોગ્ય દાખલા-દષ્ટાંતથી આગેવાનોના માનસ-કૂણાં કરી દેરાસરની તે આશાતના દૂર કરાવી.
ઉનમાં આગમલજી, ઘાંસીલાલજી આદિ સ્થાનકવાસી અગ્રગણ્ય વયેવૃદ્ધ સાધુઓ તે વખતે હતા. જેઓ શાસ્ત્રપાઠો બધા કંઠાઝ રાખી વિવિધ દષ્ટાંતેના માધ્યમથી મુગ્ધ જનતાને જિનશાસનની ચાલુ પરંપરાથી દૂર ખસેડવાનું કામ કરતા હતા.
પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં આદ્રકુમાર, દ્રૌપદી, શચંભવ ભટ્ટની દીક્ષા આદિ પ્રસંગે ઉપસાવી મૂર્તિપૂજાની પ્રામાણિકતા સંબંધી વાતાવરણમાં ઉહાપોહ જગાવે.
જેથી સ્થાનકવાસી સાધુઓ છંછેડાણ, શ્રી જ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાશકદશા, શ્રી અંતગ સૂત્રોના પાઠો આગળ ધરી મૂર્તિપૂજા એ તે અવિરતિનું કર્તવ્ય છે. શ્રાવકોનું કર્તવ્ય ક્યાં છે? એમ કરી મૂર્તિપૂજાની પ્રામાણિકતાના અર્ધા સ્વીકારમાં આવી, તે કર્તવ્ય કોનું? એ પ્રશ્ન તરફ પૂજ્યશ્રીને વાતની રજુઆતની સરળતા કરી આપી.
અનેકાનેક શાસ્ત્રપાઠોથી પૂજ્યશ્રીએ પ્રભુપૂજા તે શ્રાવકોનું પરમ કર્તવ્ય છે. સર્વવિરતિ મેળવવા માટેનું પ્રધાન સાધન છે.” તે વાત છડે ચેક જાહેર કરી.
પરિણામે કેટલાય ભાવુક પુણ્યાત્માએ સંવેગી પરંપરાના અનુયાયી બનવા સૌભાગ્યશાલી થયા.
માસક૫ની સ્થિરતા કરી ઈદેર ફાગણ માસી પધાર્યા, ત્યાં સંવેગી પરંપરાના મુનિઓના વિરલ આગમનથી ઝાંખી પડેલ ધર્મ—છાયાને વ્યાખ્યાન વાણીથી પ્રભાવશાળી બનાવી અનેક ધર્મપિપાસુ લેકને સન્માર્ગાભિમુખ બનાવ્યા.
ત્રિસ્તુતિક-મતવાળા કેટલાક આગ્રહી લેકએ નાહક ચર્ચાનું નાટક ઉભું કર્યું, પૂજ્યશ્રીએ જાહેરમાં શાસ્ત્રપાઠ સાથે ચર્ચા કરવાનું કબુલ્યું, પણ કોઈ આગળ ન આવ્યું.
ઈદેર શ્રીસંઘે ચૈત્રી ઓળી માટે થિરતા સાથે ચાતુર્માસની આગ્રહભરી વિનંતી કરી