________________
0
STRUCTEURS
ક
*
-
છાજે તેવી રીતે બનતી સખાવત કરી આ કુટુંબને ઝાંખપ આવવા દીધી નથી.
તેઓએ સરકારી-દવાખાનામાં ઓપરેશન–હેલ, સ્કુલમાં સાયન્સ-હેલ બંધાવી આપ્યા. તેમજ પચીસ હજાર જેવી એક મોટી રકમ આપી વોટર વર્કસ–જનાની શરૂઆત તેમના મુનિમ ભાઈ વલ્લભરામ છેટાલાલ પાસે કરાવડાવી. જેના પ્રતાપે આજે આપણે ઘેરઘેર પાણીના નળ અને ગટરના ભૂંગળા જઈએ છીએ.
આથી જ આપણે મેલેરીઆના ઉપદ્રવથી મોટા ભાગે બચી ગયા છીએ. આ બધે પ્રતાપ દુરંદેશી અને દીર્ધદષ્ટિવાળા અમારા શેઠાણબાઈ જડાવ શેઠાણીને છે.
તેમની પાસેથી વારસામાં મળેલા ગુણેના ભંડારવાળાં અમારા બહેન ચંપાબહેન દિવસે મોટા થતા ગયા અને તેમનું લગ્ન શેઠશ્રી જમનાદાસ કરમચંદના જ્યેષ્ઠ–પુત્ર ભાઈ વાડીલાલ સાથે કરવામાં આવ્યાં ભાઈ વાડીલાલને પહેલા લગ્નથી પુત્ર ન હતું, તેટલા કારણે આ બીજું લગ્ન તેમણે કરેલું પણ વિધિએ કંઈ જુદુ જ નિર્માણ કીધું હશે. સી. બહન ચંપાબહેનને
જ્યારે ચી. બાબુભાઈને જન્મ થયે તે જ સમયમાં તેમના પહેલા પત્ની સી. બહેન પરધાનને પણ ભાઈ જયંતિલાલ નામના પુત્રરત્નને જન્મ થયે.
શેઠ શ્રી મણિભાઈને આ એક દીકરી સિવાય બીજુ સંતાન નહિ હોવાથી ચી. બાબુભાઈ તેમની ગાદીએ આવ્યા ત્યારથી તેઓનું નામ બાબુભાઈ મણિભાઇ તથા તેમના નાના-ભાઈનું નામ અજિતભાઈ મણિભાઈ એમ લખાય છે. ચંપાબહેન તેમની પાછળ બે દીકરા બે દીકરીએ. મૂકી ઘણું–નાની ઉંમરે ક્ષય-રેગનાં ભેગા થઈ પડ્યાં. ચંપાબહેનના સમયમાં તડકો-છાંયડે ઘણે વેઠવું પડે, પણ તેમણે પોતાની ખાનદાની અને અકકલ–હોંશિયારીથી આ બધા સમયને સામને પુરી હિંમતથી કીધે.
આવી રીતે આ વંશ આજ પણ આપણા લાડીલા બાબુભાઈ શેઠના વડપણ નીચે તે શેઠીઆઓના અનહદ ઉપકારવૃત્તિવાળા ગુણેની કદર કરાવી રહ્યું છે, તેઓને દીર્ધાયુ ઈચ્છીએ.
આવી રીતે આજ આપણે બેઉ શેઠીઆઓને ઘર ખુલ્લાં છે. તેઓને આમણે આખી જ્ઞાતિ વડા તરીકે સન્માને છે, એટલું જ નહિ પણ આખું ગામ આ કુટુંબને માટે મોટું માન ધરાવે છે. જ આ લખાણ માત્ર પુસ્તકમાંથી ઉતારારૂપે છે, વાચકો આ વાત ભૂલે નહીં. જેથી જીવન
ચરિત્રના લેખક સંપાદકને અનમેદનને દેષ નથી.