________________
૨૬ ઈચ્છક
રાખે, તેના કરતાં શ્રીસંઘની પેઢીમાં રહે તે વહિવટદારનું ભવિષ્ય ઉજ્વળ રહે,” આવી અગમચેતી ભરી દીર્ધદષ્ટિ વાપરી શેઠ મીઠાભાઈ કલ્યાણપંદના નામથી ધર્મ-દ્રવ્યના નાણાંની સુરક્ષા માટે પેઢીની સ્થાપના કરેલ.
તે પેઢીના શાહ કાંતિલાલ ચુનીલાલ દોશીના સ્મરણાર્થે મતીબહેન સાંકળચંદ હેમચંદ તથા તેમના સુપુત્ર તરફથી બનાવડાવેલ નવ-નિર્મિત મકાનનું દશ્ય આ ચિત્રમાં છે.
તે પેઢીના નવા મકાનના ઉપલા-માળે બહારગામથી પધારનાર યાત્રાળુ કે ધર્મપ્રેમીઓના સ્વાગત-સત્કારાર્થે “કેશવકાન્ત અતિથિગ્રહ” નામે “યાત્રિક વિશ્રામગૃહ” છે.
આ વિશ્રામગૃહ ગાંધી કાંતિલાલ વાડીલાલ તથા ગાંધી કેશવલાલ વાડીલાલ હ હલમુખભાઈ મીલવાળા તરફથી તેઓએ સંપૂર્ણ ખર્ચ આપવાની ઉદારતા પૂર્વક જાત દેખરેખપૂર્વક બંધાવી શ્રી સંઘને ભેટ કરેલ છે. ચિત્ર ૮૩ –
ધર્મપ્રધાન-જીવન જીવીને જગતને ઉચ્ચ આદર્શ પુરો પાડનાર, મહામના, ઉદાર-ચરિતા શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદભાઈના નામથી ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થળો બનાવવાના લાભ સાથે પરબડી, ધર્મશાળા વગેરે જનહિતના પણ કાર્યો તેમના કુટુંબીઓએ બનાવેલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે.
તેવા પોપકારી-શેઠની કીર્તિગાથાને સૂચવનારી ધર્મશાળાના બહિંભાગનું આ દશ્ય છે. ચિત્ર ૮૪ -
કપડવંજના ધર્મદ્રવ્યની મંગલ-વ્યવસ્થા માટે રચાયેલ શેઠ મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી સામે કાપડ બજારના નાકે પંખી-ઘરરૂપે પરબડી છે. તેનું દશ્ય આ ચિત્રમાં છે.
જેનું કે નિર્માણ શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ટ્રસ્ટ તરફથી થયેલ છે, અને અહીં ટ્રસ્ટ તરફથી પંખીઓને અનાજ રે જ નિયમિત નંખાય છે. ચિત્ર ૮૫ ઃ
મહાપુરૂષે જ્યારે માતાના ગર્ભમાં પધારે, તે સમયથી કુંટુબમાં ધર્મભાવના દિન-પ્રતિદિન ક્રમશઃ વધતી રહે છે, ખાસ કરીને માતાજી ધર્મભાવનાથી વધુ રંગાય છે.
તે મુજબ પૂ. ચરિત્રનાયકશ્રી જ્યારથી ગર્ભમાં પધાર્યા, ત્યારથી ભગતજીની ભાવનાને અનુરૂપ કુટુંબમાં પણ વિવિધ-ધર્મકિયાએ કરવા-કરાવવાના પ્રસગોથી ધર્મભાવના વધવા લાગી.
માતાજીની ધાર્મિક ક્રિયાઓમાં જરા રૂચિ ઓછી હતી, તેમ છતાં પૂ. ચરિત્રનાયકશ્રીના ગર્ભમાં આવ્યા પછી વગર-પ્રેરણાએ મૈત્રી-ળીની સુંદર વિધિપૂર્વક આરાધના આદિ રૂપે સ્વતઃ ઉપજેલ મંગળમય-ભાવનાઓ ધર્મારાધનરૂપે સક્રિય બનવા પામેલ. ,