________________
ta 21 MURUM
માગશર સુદ નવમીના દિવસે ખીસરા ગેત્રીય અને ઓસવાલ વંશીય કુરશાહને ત્યાં થે હતું, તેમની માતાનું નામ નાથીબાઈ હતું.
સૂરીશ્વરજીનું જન્મ નામ હીરજી રાખવામાં આવ્યું હતું. હીરજીના જન્મ પહેલાં નાથીબાઈએ સંઘજી, સૂરજી અને શ્રીપાલ નામના ત્રણ પુત્રે તેમજ રંભા, રાણી, વિમલા નામની ત્રણ પુત્રીઓ એમ છ સંતાનને જન્મ આપે હતે.
હીરજી જેવા પુણ્યાત-પુત્રના જન્મથી કુરાશાહના ભાગે પ્રબળ સ્વરૂપ ધારણ કર્યું. અને “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ કહેવત અનુસાર હીરજી બાલ્યાવસ્થાથી તેજસ્વી, લક્ષણવાન અને નેહાળ સ્વભાવને બચે.
અનુક્રમે વૃદ્ધિ પામતાં પાંચ-વર્ષની વયે કુંજાશાહે હીરજીને વ્યાવહારિક-જ્ઞાનની પ્રાપ્તિ માટે શાળાએ મૂ, અને ધાર્મિક જ્ઞાન મેળવવા સાધુ-સંસર્ગમાં રાખી ગ્ય કેળવણી આપવા માંડી.
તીફણ-બુદ્ધિ, એકાગ્ર મન અને જ્ઞાન-પિપાસાને કારણે માત્ર બાર વર્ષની ઉંમરે જ હીરજી ધાર્મિક જીવનમાં પાબ તત્પર બન્યું. તેના ધાર્મિક આચાર-વિચાર અને રહેણી-કરણ ઉપરથી કુટુંબીજનેને જણાવ્યું કે “હીરજી તેજસ્વી ને વિદ્વાન સંત થશે.”
કુદરતને પણ કંઈક એ જ ગમતું હશે, ભાગ્યયોગે થોડો સમય વીત્ય, તેવામાં હીરજીના માતા-પિતા સ્વર્ગવાસી થયા.
સજજન–પુરૂષે ગમે તેવા પ્રસંગમાંથી પણ બેધ લે છે, તેમ હીરજીને આ બનાવથી સંસારની અસારતા તેમજ અનિત્યતાનું ભાન થયું, તેમનો વિરક્તભાવ વૃદ્ધિ પામે.
બાદ હીરજીની બે બને વિમળા અને રાણી જે પાટણ રહેતી હતી, તે પાલનપુર આવીને હીરજીને પાટણ તેડી ગઈ.
પાટણમાં આ વખતે પ્રભુ મહાવીરની પ૬ મી પાટે આવેલા ક્રિાદ્ધારક પૂ. આ. શ્રીઆનંદવિમળ સૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી બિરાજતા હતા, હીરજી હંમેશાં વંદન કરવા અને વ્યાખ્યાન-શ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગે.
પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.ના ઉપદેશે તેના કમળ-હદયપટ ઉપર અસર કરી, અને હીરજીએ દીક્ષા લેવાને મનમાં જ નિરધાર કરી નાંખે, પ્રસંગ સાધી બહેનને પણ પિતાને અભિપ્રાય જણાવ્યું.
બહેન સમજુ અને શાણી હતી. “પ્રાણી માત્રના કલ્યાણની ઉચી હદ એ દીક્ષા છે? એમ તે જાણતી હતી, તેથી તેણે દીક્ષા લેવાને નિષેધ ન કર્યો, તેમજ મહવશતાને લીધે ખુલ્લા શબ્દોમાં અનુમતિ પણ ન આપી શકી, પરંતુ છેવટે બહેનને સમજાવી. આ રીત - ૩૧૩ ન ત T
હું
આ. જી. ૪૦