________________
HAMBUTAN
ઐતિહાસિક દષ્ટિએ તૈયાર થતી નોંધના આધારે ગાના વિવિધ નામોની સંખ્યા ૯૯ સુધી પહોંચે એમ લાગે છે.
- આ બધા ગોમાં તપાગછ એ કોઈ સ્વતંત્ર ગચ્છ નથી, કેમકે તેની સામાચારી શાસ્ત્રીય પરંપરા અને જતકલ્પથી જુદી નથી, કે જેવી બીજા ગમાં જોવા મળે છે, તેથી બીજા બધા ગરો પોતપોતાની સ્વતંત્ર સામાચારીથી મૂળ શાખામાંથી જુદા પડ્યા, એમ સામાચારી ભેદથી કહી શકાય.
એટલે પૂ. શ્રી સુધર્મા હવામીજી મ. ની પરંપરા ચાલ્યા-આવતા મૌલિક-સંઘને ઓળખવા માટે “તપાગચ્છ” એ નામ કાળક્રમે રૂઢ થયું.
વળી આ નામ કેવી રીતે યું ? તે માટે ઈતિહાસમાં એવી નોંધ મળે છે કે
વિષમ-કલિકાળના બળે સંયમી-જીવનમાં પેસી ગયેલી શિથિલતા દૂર કરવા માટે પ્રભુ મહાવીરથી ચુંમાલીસમી પાટે થયેલા પૂ. આ. શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ ચૈત્રવાલ ગચ્છના પૂ. આ. શ્રી દેવપ્રભ સૂરીશ્વરશ્રીની સહાયતાથી ક્રિોદ્ધાર કરેલ.”
પૂ. આ. શ્રી જગનચંદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીએ વિ. સં. ૧૨૮પમાં આચાર્યપદવીના દિવસથી જ યાજજીવ આયંબિલ તપ પ્રારંભેલ.”
આ ઉત્કૃષ્ટ-તપના પ્રભાવથી આકર્ષાયેલા ચિત્તોડના મહારાણાએ આદર-સન્માન પૂર્વક તેડાવી રાજ્યસભામાં બહુમાનપૂર્વક “તપ” બિરૂદ આપ્યું. ત્યારથી વડગછનું નામ તપાગચ્છ” એવું જાહેરમાં શરૂ થયું.”
| પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીથી ચાલી-આવતી મૌલિક-શાસનપરંપરા પૂજ્ય આચાર્ય શ્રી જાતચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્ન ની વર્ષોની ઉગ્ર તપશ્ચર્યાથી આકર્ષાયેલ મેવાડના મહારાણાએ આપેલ “તપ” બિરૂદથી “તપાગચ્છ” એ જ મથી ઓળખાવા લાગી.
પણ હકીકતમાં તે મૂળ પરંપરા તપા” વિશેષણથી ઓળખાતા પહેલાં નીચે મુજબના નામોથી સમયે-સમયે વિશિષ્ટ પ્રસંગ–વિશેષથી ઓળખાતી આવી છે, તે આ પ્રમાણે
૧ નિગ્રંથગછ – પૂ. સુધર્માસ્વામીજીથી ૮મી પાટ સુધી. ૨ કેટિગછ - ચૌદમી પ સુધી. ૩ ચંદ્રગછ - પંદરમી પાટ. ૧ વનવાસીગચ્છ- સોળથી પાંત્રીશમી પાટ સુધી. ૫ વડગચ્છ - છત્રીશમીયું તેંતાલીશમી પાટ સુધી. ૬ તપાગચ્છ - ૪૪મી પાટે થયેલ પૂ આ. શ્રી જગતચંદ્રસૂરિજી. મ. થી.
આ સંબંધી હકીકત પૂ. ઉપ શ્રી યશોવિજયજી મ. રચિત શ્રી સીમંધર સ્વામીના (૩૫૦ ગાથાનું) સ્તવન (ઢાળ ૧૬ ગા. ૧૯ થી ૨૨) માં છે.
૩૦૭