________________
MET QALDÈLEXAS
મગનભાઈએ ટૂંક પરિચય આપતાં કહ્યું કે “વર્તમાનકાળે શાસનમાં સિંહસમાં પ્રબળ વાદી–વિજેતા, આગમજ્ઞ–ધુરંધર પૂ. ઝવેરસાગરજી મ. છે. તેઓ આપણા ગુરુ છે! તેઓશ્રીની વરદ-કૃપાના પ્રતાપે જ ભયંકર સંસાર—દાવાનળમાં મીઠી–શીળી છાયા આ જિન શાસન-સુરતની આપણને મળી શકી છે. ભવ-ભયહરણ આ ગુરૂદેવના ચરણોમાં જેટલાં વંદન કરીએ તેટલાં ઓછાં છે.”
બાલક હેમચંદ આ સાંભળી કુદરતી જાણે પૂર્વ-ભવને કાંઈ સંબંધ હોય, ઓળખતે હોય, તેમ એકીટશે ધારીને જેતે રહ્યો, અને પિતાના શિરછત્ર રૂપે મને મન સ્વીકારી લઈ હાર્દિકે-રીતે ભાવ-વિભેર બની રહ્યો.
પછી તે જ દહેરાસરે દર્શન પૂજન કરી ઉપાશ્રયે પૂ. ગુરૂ મહારાજને વંદન કરી, ઘરે આવી, સીધે સામાયિકની ઓરડીમાં બધા પ્રભુના ચિત્રોની બહુમાનપૂર્વક વાસક્ષેપ-પૂજા કરી ગુરુ ગૌતમસ્વામીજીના ચિત્રને આદરપૂર્વક વંદન કરી પૂ. ઝવેરસાગરજી મ. ના ફેટાને ખૂબ ભાલ્લાસ સાથે ખમાસમણ દઈ દરજી બોલવા સાથે સુખાતા પૂછી શ્રમુaો ના પાઠ સાથે નમ્રભાવે ખમાવી હૈયામાં અવનવી પ્રેરણાનું બળ મેળવ્યાનો સંતોષ માનતો.
પર્વના દિવસે માં બાપુજી સાથે એકાસણું, આયંબિલ કે ઉપવાસ કરી પૌષધ પણ કરવા જતે, જેમાં રાત્રિ-પૌષધમાં દંડાસણ આદિથી પૂજવા–પ્રમાર્જવાની બાબત તેને ખૂબ સારી લાગતી. સંસારી–પ્રવૃત્તિઓમાં થતી અજયણા તરફ તેને ડંખ લાગવા માંડે, પછી તો ઘરે પણ પૂંજણી, ફૂલઝાડુ, ઝીણી સાવરણી આદિને ઉપયોગ થાય એ કરી જયણના આચરણથી હેમચંદના જીવનમાં અનેરી તૃપ્તિ થવા માંડી.
ધાર્મિક ક્રિયાઓમાં જરૂરી સૂત્ર, તથા તેની વિધિ વગેરે પાવક-કુળમાં નાનપણથી ધર્મકિયાના સંસ્કારોથી સ્વતઃ શીખાઈ જાય છે, તે મુજબ હેમચંદના જીવનમાં પણ બનેલ કે-સામાયિક, ચૈત્યવંદન-ગુરૂવંદન આદિ પ્રારંભિક વિધિઓ સૂત્ર સાથે ત્રણથી ચાર વર્ષની વયે લખતાં-વાંચતાં આવડતું ન હતું, ત્યારે જ આવડી ગયેલ, આદર્શ શ્રાવક-શ્રાવિકા રૂપ મા-બાપના ધાર્મિક વલણથી બે પ્રતિકમણ, પૌષધ વિધિ, પૂજાવિધિ વગેરે માર્મિક જ્ઞાન આઠ વર્ષની વય થતાં સુધીમાં ઘરે-ઉપાશ્રયે બા-બાપુજી પાસે કે પૂજ્ય મહારાજ શ્રી પાસે નિયમિત પાઠ લઈ ભાઈ હેમચંદે મેળવી લીધું.
આ ઉપરાંત પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, સિંદુરપ્રકર આદિ વૈરાગ્ય-વાહી–ગ્રંથનું અધ્યયન ચીફ વર્ષની વય થવા દરમ્યાન પૂજ્ય પિતાજી પાસેથી, પૂ. મહારાજશ્રીના સંપર્કથી અને જાત મહેનતથી મેળવી લીધું.
એકંદર પૂ. ચરિત્રનાયકશ્રીમાં પૂર્વજન્મના શુભ-સંસ્કારના બળે અદ્દભુત જીવનશક્તિને વહેતે જોરદાર પ્રવાહ, નાની વય છતાં મોટાઓની અદાથી વિવિધ ધર્મ-પ્રવૃત્તિઓ